Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

અકબરુદ્દીન ઓવૈસી વિરુદ્ધ તેલંગણાની અદાલતે કેસ કરવા આપ્યો આદેશ :ધરપકડની શકયતા

 

પોલીસે એઆઈએમઆઈએમ ધારાસભ્ય અને નેતા અકબરુદ્દીન ઓવૈસી વિરુદ્ધ તેલંગણાના કરીમનગર પોલીસ સ્ટેશનમાં કલમ 153 હેઠળ કેસ નોંધ્યો છે. તેલંગાણાની સ્થાનિક અદાલતે ઓવૈસી વિરુદ્ધ કેસનો આદેશ આપ્યો હતો. હવે તેમની ઉપર ધરપકડની તલવાર લટકી રહી છે.

  અદાલતે 23 જુલાઇએ અકબરુદ્દીન ઓવૈસી દ્વારા અપાયેલા ભાષણ અંગે પોલીસને કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. અકબરુદ્દીન સાંસદ અસદુદ્દીન ઓવૈસીના નાના ભાઇ છે અને તેમના કડક નિવેદનો અંગે વિવાદ થાય છે. આવા એક કેસમાં તેમને જેલની સજા પણ કરવામાં આવી હતી.

(1:13 am IST)