Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

વડગામના કોદરામના રાજેન્દ્ર સિંહ રાણાએ સ્વિટ્ઝર્લૅન્ડમાં વગાડ્યો ડંકો : પેરા ઓલમ્પિક ચક્ર ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો

 

બનાસકાંઠા વડગામ તાલુકાના કોદરામના વતની રાજેન્દ્ર સિંહ રાણાએ પેરા ઓલમ્પિક ચક્ર ફેંક રમતમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં આયોજિત પેરા ઓલમ્પિક ચક્ર ફેંક રમતમા ગોલ્ડ મેડલ મેળવી વડગામ તાલુકાનું નામ વિશ્વભરમાં ગૂંજતું કર્યુ છે. રાજેન્દ્ર સિંહ રાણાએ ગોલ્ડ મેડલ જીતતા તેમના પરિવાર અને ગામમાં ખુશીનો માહોલ સર્જાયો છે. રાજેન્દ્ર સિંહ રાણાને બધા લોકો બધાઈ આપી રહ્યા છે.

(1:08 am IST)