Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં ભારે ગોળીબારી :સ્કૂલ બંધ રાખવા અફવા:બહારના શ્રમિકોમાં ભયનો માહોલ

ઘાટીમાં નિર્માણ કાર્ય સહિત અન્ય કામોમાં લાગેલા ચાર લાખથી વધુ બહારના શ્રમિકો

જમ્મુ :ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે ગોળીબારી બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે ઉતરી કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના હાજીપીર ( ઉરી સેક્ટરમાં ભારે ગોળીબારી થઇ હતીઆ ગોળીબારી બાદ ચુરાંન્ડ,સિલિકોટ,ટીલાવાળી ,સાદપુર અને એલઓસી નજીકના અન્ય ગામોમાં દહેશતનો માહોલ છે

 બીજીતરફ અફવાઓનું ખંડન કરતા સ્કૂલ વિભાગના સચિવ સરિતા ચૌહાણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં સ્કૂલ બંધ રાખવા કોઈ આદેશ કર્યો નથી આ પહેલા સોશ્યલ મીડિયામાં અફવા હતી કે ઘાટીમાં સ્કૂલોને 10 દિવસ માટે બંધ કરી દેવાઈ છે

 આતંકવાદી ખતરાને પગલે અમરનાથ યાત્રિકો અને પર્યટકોને પોતાની યાત્રા ટૂંકાવીને ઘટી છોડવા સબંધી એડવાઈઝરી બાદ ઘાટીમાં નિર્માણ કાર્ય સહિત અન્ય કામોમાં લાગેલા ચાર લાખથી વધુ બહારના શ્રમિકોમાં ભયનો માહોલ બન્યો છે

  કાશ્મીર ઘાટીમાં બિહાર,પશ્ચિમ બઁગાળ,ઉત્તર પ્રદેશ પંજાબ અને રાજસ્થાનના કુશળ અને અર્ધ કુશળ 4 લાખ થી વધુ શ્રમિકો કમ કરે છે

(12:28 am IST)