Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

મેચ ફિક્સિંગના દોષી ચાર ખેલાડીઓ પર આજીવન પ્રતિબંધ

કિર્ગીસ્તાનના ત્રણ અને તજાકિસ્તાનનો એક ખેલાડી મેચને પ્રભાવિત કરવાના ષડયંત્રમાં સામેલ

 

નવી દિલ્હી :મેચ ફિક્સિંગનું કલંક  ક્રિકેટથી લઈ ટેનિસ અને ફૂટબોલ સુધી લાગ્યું છે  એશિયન ફૂટબોલ કપ (એએફસી) પણ મેચ ફિક્સિંગની ઝપટમાં આવ્યું છે વર્ષ  2017 અને 2018ના એશિયન ફૂટબોલ કપમાં મેચ ફિક્સિંગનો ખુલાસો થયો છે. ઉપમહાદ્વીપની સોકર ગવર્નિંગ બોડીએ જણાવ્યું કે, ચાર પ્લેયર્સ મેચ ફિક્સિંગ કરતા મળી આવ્યા છે.

  એશિયન ફૂટબોલ કમ્ફેડરેશને શુક્રવારે જણાવ્યું કે, કિર્ગીસ્તાનના ત્રણ અને તજાકિસ્તાનનો એક ખેલાડી મેચને પ્રભાવિત કરવાના ષડયંત્રમાં સામેલ રહેવાનો દોશી મળી આવ્યો છે. ચારો ખેલાડીઓ પર આજીવન પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવે તે ક્યારે પણ ફૂટબોલ નહીં રમી શકે.

,
કિર્ગિસ્તાનના રાષ્ટ્રીય ખેલાડી કુર્સાનબેક શેરાતોવને 2017ની એક ટૂર્નામેન્ટમાં કિર્ગિસ્તાનના ક્લબ દોરદોઈ એફસીમાં સટ્ટેબાજી ગતિવિધિઓને સમર્થન કરવા માટે દોષી માનવામાં આવ્યો છે. તો કાર્ગિસ્તાનના ખેલાડી ઈલિયાઝ એલિમોવ અને અબ્દુઆજીજ માહકામોવને 2017માં તેમના ક્લબ એફસી એલમાં મેચ ફિક્સ કરવાના ષડયંત્રમાં સામેલ રહેવા માટે દોષી માનવામાં આવ્યા છે. આરોપ 2017 અને 2018 સિઝનમાં એએફસી કપ માટે લગાવવામાં આવ્યો છે.

 કાર્ગિસ્તાનના ક્લબ એલ નો તાજિકિસ્તાન નિવાસી એક અન્ય ખેલાડીને પણ 2017 અને 2018ના એએફસી કપ મેચ ફિક્સ કરવા માટે દોશી માનવામાં આવ્યો છે. તમામ લોકો પર આજીવન પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે

એશિયન ફૂટબોલ કપ પ્રિમીયર એશિયન ચેમ્પિયનશિપ લીગ બાદ આ ઉપમહાદ્વીપનો સેકન્ડ ટીયર ટૂર્નામેન્ટ છે. એશિયાઈ ફૂટબોલ જોકે, નિચલા સ્તર પર ભ્રષ્ટાચાર માટે બદનામ રહી છે.
2018માં થયેલા એક મુકાબલામાં ભ્રષ્ટાચાર માટે એક રેફરી સહિત ઈન્ડોનેશિયા રાષ્ટ્રીય ફૂટબોલ સંઘ સાથે જોડાયેલા પાંચ લોકોને આ મહિનાની શરૂઆતમાં જેલ મોકલવામાં આવ્યા હતા.

(12:09 am IST)