Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

બકરીઈદનાં ચાંદના થયા દર્શન ;12મીએ મનાવાશે ઈદ-ઉલ -અજ્હા

નવી દિલ્હી ;દિલ્હીમાં ઈદ ઉલ અજ્હાના ચાંદના દર્શન થયા છે બકરીદનો તહેવાર 12મી ઓગસ્ટે મનાવાશે ,ઈદ ઉલ જુહા અથવા બકરીઇદ ,ઈદ,ઉલ ફિત્રણ બે મહિના નવ દિવસ બાદ મનાવાય છે ફતેહપુરી મસ્જિદના શાહી ઇમામ મૌલાના મુફ્તી મુકર્રરમ અહમદે જણાવ્યું હતું કે દિલ્હી ઉત્તર પ્રદેશના અલગ અલગ શહેરો સહીત દેશના મોટાભાગમાં ચાંદ દેખાયો છે હવે બકરીઇદ 12 ઓગસ્ટ સોમવારે મનાવાશે

  બીજીતરફ ઇમારત -એ-સીરિયા હિન્દે એલાન કર્યું છે કે શુક્રવાર સાંજે ઇસ્લામી મહિના જુલહજજાનો ચાંદ નજરે પડ્યો છે અને શનિવારે ઇસ્લામી કેલેન્ડરના આખરી મહિનાની પહેલી તારીખ છે દિલ્હીનું આકાશ સાફ હતું અને ચાંદ નજરે પડ્યો છે

 આ ઉપરાંત ગાઝિયાબાદ સાથેઉર પ્રદેશના કેટલાય શહેરો અને પટના સહિત બિહારના કેટલાક ભાગોમાં ચાંદ દેખાયો હતો જેથી 12મી ઓગસ્ટને સોમવારે બકરીઇદમનાવાશે

દિલ્હીના જામા મસ્જિદના ઇમામસય્યદ અહમદ બુખારી એ કહ્યું એ ઇસ્લામી કેલેન્ડરના આખરી મહિનાનો ચાંદ નજરે પડ્યો છે અને બકરીઇદનો તહેવાર 12મી ઓગસ્ટને સોમવારે મનાવાશે ઈદ ઉલ અજહાઁનો ચાંદ 10 દિવસ પહેલા દેખાય છે

 

(11:39 pm IST)