Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ સુરેન્દ્ર નાગરનું રાજીનામુ ;ભાજપમાં જોડાઈ તેવી શકાયતા

 

નવી દિલ્હી ;સમાજવાદી પાર્ટીના નીરજ શેખર બાદ સપાના રાજ્યસભાના સાંસદ સુરેન્દ્ર નાગરે રાજ્યસભામાંથી રાજીનામુ આપ્યું છે રાજ્યસભાના ચેરમને રાજીનામુ મંજુર કર્યું છે

  ગુર્જર સમુદાયના સુરેન્દ્ર નાગરનો સહારનપુર,ગાઝિયાબાદ,અને ગૌતમબુદ્ધનગર ઉપરાંત આસપાસના કેટલાય જિલ્લાના ગુર્જર સમુદાયમાં ખુબ વર્ચસ્વ છે એવું મનાય છે કે નાગર ભાજપમાં જોડાશે જોકે હજુ સુધી સત્તાવાર જાહેર થયું નથી

  સુરેન્દ્ર નાગર યુપીના મોટા દૂધના વેપારી છે દૂધ અને ઘી ની પારસ બ્રાન્ડના મલિક છે ,સુરેન્દ્ર નાગર ગૌતમબુદ્ધ નગર સીટથી લોકસભાના પણ સાંસદ રહી ચુક્યા છે પહેલા બે વાર વિધાનસભામાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રહી ચુક્યા છે વખતે તેઓને રાજ્યસભા સાંસદ બનાવાયા હતા

 નાગરે પોતાની રાજનીતિની શરૂઆત 1998માં સ્થાનિક સ્તરે અપક્ષ એમએલસી તરીકે કરી હતી,

(11:22 pm IST)