Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

કાશ્મીર ખીણમાં ડરનું વાતાવરણ : લોકોમાં અસુરક્ષા અને ભયનો માહોલ :ગુલામ નબી આઝાદ

અત્યાર સુધી ક્યારે પણ આવી એડ્વાઇઝરી બહાર પાડવામાં આવી નથી

 

નવી દિલ્હી : કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને જમ્મુ કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે પર્યટકો અને તિર્થ યાત્રીઓને ઝડપથી ખીણ વિસ્તાર છોડવા સંબંધિત એડ્વાઇઝરી અંગે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી ક્યારે પણ આવી એડ્વાઇઝરી બહાર પાડવામાં આવી નથી

 . તેમણે કહ્યું કે, આર્ટિકલ 35A અને આર્ટિકલ 370 હટાવવા મુદ્દે ચાલી રહેલી અટકળોથી ખીણમાં ડરનું વાતાવરણ છે. તેમણે કહ્યું કે, આ બંન્ને કલમ હટાવવાથી કાશ્મીરથી વધારે જમ્મુ અને લદ્દાખને નુકસાન પહોંચશે

   જમ્મુ કશ્મિરને લઈને કોંગ્રેસની પોલિસી પ્લાનિંગ ગ્રુપની મોટીંગ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની અધ્ય્ક્ષતામાં યોજાઈ હતી તેમાં ગૃહ મંત્રાલય અને જમ્મુ કાશ્મીરમાં સતત મળતા અહેવાલ પર ચિતા વ્યક્ત કરાઈ હતી જે ભારત સરકારના ઇરાદાને બાબતે આતંક અને આશંકાનો માહોલ બનાવી રહયો છે

(11:17 pm IST)