Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

અમરનાથ શ્રદ્ધાળુઓને વહેલી તકે ખીણથી પરત ફરવા સુચન

કેન્દ્રની સુચના બાદ તર્કવિતર્કોનો દોર યથાવત જારીઃ કાશ્મીરમાં કોઈ મોટા પ્લાનને અંજામ આપવાની તૈયારી

નવી દિલ્હી, તા. ૨: કાશ્મીરમાં છેલ્લા કેટલાય દિવસોમાં ૩૮ હજાર જવાનોની તૈનાતી અને રાજ્યસરકાર તરફથી અમરનાથ યાત્રીઓ અને પ્રવાસીઓને વહેલી તકે ખીણથી પરત ફરવા માટેની સુચના આપવામાં આવ્યા બાદ કાશ્મીર ખીણમાં જુદા જુદા પ્રકારની અટકળો વધુ તીવ્ર બની રહી છે. પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી નેતા મહેબુબા મુક્તીએ કહ્યું છે કે, કાશ્મીરમાં કેટલાક મોટા પ્લાન થઈ રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે કહ્યું છે કે, કાશ્મીરમાં દહેશતનો માહોલ છે. આ પ્રકારની એડવાઈઝરી પહેલા ક્યારે પણ જારી કરવામાં આવી નથી. મોટાભાગે વધુ પ્રમાણમાં જવાનોની તૈનાતીને કલમ ૩૫-એ અને ૩૭૦ને દુર કરવા સાથે જોડીને જોવામાં આવે છે. જ્યારે કેન્દ્ર સરકારે આ પ્રકારની અટકળોને ફગાવી દીધી છે. બારામુલ્લામાં પત્રકારો સાથે વાતચીત કરતા મહેબુબાએ કહ્યું છે કે, જો ભાજપના મુખ્ય નેતાઓના નિવેદનને સાંભળશો તો કેન્દ્રિય બળોની તૈનાતીના ખાસ હેતુ રહેલા છે. કાશ્મીરમાં કોઈ નિવાસીના લોકોમાં શંકા ઉભી થાય છે. કેન્દ્રિય દળો રાજ્ય પોલીસને નજર અંદાજ કરી રહ્યા છે. જે ઈશારો કરે છે કે, કોઈ મોટી યોજના તૈયાર થઈ રહી છે.

ગુલામનબી આઝાદે કહ્યું છે કે, પ્રવાસીઓ અને અમરનાથ યાત્રિઓને વહેલી તકે ખીણ છોડી દેવાની બાબત ખુબ જ ગંભીર છે. અગાઉ ક્યારે પણ આ પ્રકારની એડવાઈઝરી ઝારી કરી નથી. તેમણે કહ્યું છે કે, બે કલમોને દુર કરવાથી કાશ્મીરથી વધારે જમ્મુ અને લડાખને નુકસાન થશે. કેન્દ્ર સરકાર એક માત્ર મુસ્લિમ રાજ્યને પ્રેમથી જીતવામાં નિષ્ફળ રહ્યા છે. જેથી હવે ધર્મના આધાર ઉપર વિભાજન કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. ઓમર અબ્દુલ્લાએ પણ સરકારની એડવાઈઝરી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે અને સાવચેતી રાખવા કહ્યું છે.

(9:28 pm IST)