Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

મુસ્લિમ પક્ષોને દલીલ કરવા ૨૦ દિન : વહેલી તકે ફેંસલો

મંગળવારથી ગુરૂવાર સુધી ત્રણ દિવસ સુનાવણી : અયોધ્યા વિવાદ ઉકેલવાની દિશામાં કોર્ટ ઝડપથી આગળ વધશે : આવનાર દિવસોમાં તહેવારની મોટી રજા આવશે

નવીદિલ્હી, તા. ૨ : સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલામાં દરરોજ સુનાવણી આવનાર છે. આનો મતલબ એ થયો કે કેસમાં ઝડપી સુનાવણી થયા બાદ ચુકાદો પણ વહેલી તકે આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, સોમવારથી લઈને શુક્રવાર સુધી કેટલાક લોકો સુનાવણી માટે માને છે પરંતુ હકીકતમાં બંધારણીય પીઠ સપ્તામાં ત્રણ દિવસ એટલે કે મંગળવારથી ગુરુવાર સુધી સુનાવણી કરશે. કારણ કે બાકીના બે દિવસોમાં અન્ય મામલાઓની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. આનો મતલબ એ થયો કે અયોધ્યા પર દરરોજ સુનાવણી સપ્તાહના ત્રણ દિવસ સુધી ચાલશે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે, અયોધ્યા કેસમાં દરરોજ સુનાવણી એ વખત સુધી ચાલશે જ્યા સુધી દલિલો પરિપૂર્ણ કરી લેવાશે નહીં. મુસ્લિમ પક્ષો તરફથી રજુ થયેલા વકીલની રજુઆતોને ફગાવી દેવામાં આવી હતી. મુસ્લિમ પક્ષો તરફથી રજુઆત કરવા માટે ૨૦ દિવસની જરૂરી મહેતલ આપવામાં આવશે.

(8:06 pm IST)