Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

અનુવાદ સહિતના દસ્તાવેજ તૈયાર કરવા સુપ્રીમ કોર્ટે નું સુચન

રોજ સુનાવણીમાં અડચણ ન થાય તે માટે વ્યવસ્થા : વહેલી તકે સુનાવણી પૂર્ણ થાય તેવી રણનિતી તૈયાર થઈ

નવીદિલ્હી,તા. ૨ : અયોધ્યા કેસમાં આજે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. જેના ભાગરૂપે છઠ્ઠી ઓગસ્ટથી દરરોજ સુનાવણી કરવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટ દ્વારા અનુવાદ સહિત તમામ દસ્તાવેજ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં દસ્તાવેજોના અનુવાદ બાકી હોવાના અહેવાલ મળી ચુક્યા છે. અનુવાદ સહિતના દસ્તાવેજો ઝડપથી તૈયાર કરવા અને હાથમાં રાખવા માટે સુપ્રીમ કોર્ટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણીને લઇને પહેલાથી જ કોર્ટ સંકુલની આસપાસ મજબૂત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલો ઘણા સમયથી કોર્ટમાં અટવાયેલો છે. સાક્ષીઓના નિવેદનો ફારસી, સંસ્કૃત, ઉર્દૂ અને અન્ય જુદી જુદી ભાષામાં હતા જેના અનુવાદ પણ કરવામાં આવી ચુક્યા છે. હજુ કેટલાક દસ્તાવેજોના અનુવાદ બાકી રહેલા છે. સુપ્રીમમાં હવે સુનાવણીને લઈને ઉત્તેજના ફેલાઈ ગઈ છે.

સમગ્ર મામલો શું છે....

ધ્વંસ સાથે સંબંધિત બે મામલા છે

નવી દિલ્હી, તા.૨ : છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આને તોડી પાડવાને લઈને બે મામલા નોંધવામાં આવ્યા હતા. આ મામલામાં અપરાધિક કેસની સાથે સાથે દિવાની કેસ પણ ચાલ્યો છે. ટાઇટલ વિવાદ સાથે સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં છે. અલ્હાબાદ હાઈકોર્ટે ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે અયોધ્યા ટાઇટલ વિવાદમાં ચુકાદો આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, વિવાદાસ્પદ જમીનને ત્રણ હિસ્સામાં વિભાજિત કરી દેવામાં આવે. જે જગ્યાએ રામલલ્લાની મૂર્તિ છે તેને રામલલ્લા વિરાજમાનને આપી દેવામાં આવે. સીતા રસોઈ અને રામ સંકુલને નિર્મોહી અખાડાને આપી દેવામાં આવે જ્યારે બાકીની એક તૃતિયાંશ જમીન સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવે. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં આવ્યો હતો. વિવાદાસ્પદ જમીન પર રામલલ્લા, હિન્દુ મહાસભાએ પણ સુપ્રીમમાં અરજી દાખલ કરી હતી. સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે પણ અરજી દાખલ કરીને હાઈકોર્ટના ચુકાદા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. સુપ્રીમે નવમી મે ૨૦૧૧ના દિવસે આ મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મુકીને આ મામલાની સુનાવણી કરવાની વાત કરી હતી. સુપ્રીમ કોર્ટે યથાસ્થિતિ માટે આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં ત્યારબાદ આ મામલો પેન્ડિંગ છે.

(8:04 pm IST)