Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

જાપાની બ્રાંડ AIWAએ ભારતમાં ફરી એન્ટ્રી મારીઃ રૂૂ.૭૯૯૯થી ૨ લાખ સુધીના ટીવીનો ખજાનો

નવી દિલ્હી: જાપાની બ્રાંડ AIWA ભારતમાં ફરી એન્ટ્રી મારી છે અને કંપનીએ HD ટીવી જેમ કે ફૂલ HD, OLED અને 4K ટીવી પરથી પડદો ઉઠાવ્યો છે. કંપનીએ ટીવીની શરૂઆતી કિંમત 7999 રૂપિયા હશે અને 2 લાખ રૂપિયા સુધી જશે. કંપનીનું માનવું છે કે પ્રાઇસિંગ અને ક્વોલિટીના મામલે LG, Samsung, MI, Toshiba, HCL જેવી કંપનીઓને આકરી ટક્કર આપ્શે. 15 ઓગસ્ટથી ટીવી અમેઝોન પર ઉપલબ્ધ થશે. ઉપરાંત સિલેક્ટેડ ઓફલાઇન સ્ટોર્સ પર પણ મળશે.

ટીવી 70 ટકા મેડ ઇન ઇન્ડીયા છે. કંપનીના ડાયરેક્ટર મનમીત ચૌધરીએ કહ્યું હતું કે ધીરે ધીરે લોકલાઇઝેશન વધુ વધારવામાં આવશે. આગામી ત્રણ વર્ષોમાં કંપનીનો લક્ષ્ય 10-15 ટકા માર્કેટ શેર પર છે.

(6:22 pm IST)