Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

આ મહિને બેંકો કેટલા દિ'બંધ રહેશે?

સ્વતંત્રતા દિન, રક્ષાબંધન, ઇદ, જન્માષ્ટમી વગેરે તહેવારો

નવી દિલ્હી, તા.૨: આજે ઓગસ્ટ મહિનાની ૨ તારીખ છે. આ મહિને સ્વતંત્રતા દિવસ, રક્ષા બંધન, બકરી ઇદ, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી અને પારસી ન્યૂ ઇયર સહિત દ્યણા એવા અવસર છે જયારે બેંકોની રજા રહેશે. આ રજા રાજયો અનુસાર અલગ-અલગ થઇ શકે છે. એવું જરૂરી છે કે તમે બેંકનો કોઇપણ પ્લાન કરતાં પહેલાં ઓગસ્ટ મહિનામાં આવનાર રજાઓ વિશે જાણકારી લઇ લો. તેનાથી તમારું કામ તો સરળ થઇ જશે, સાથે જ આ મહિનાનું પ્લાનિંગ પણ યોગ્ય રીતે કરી શકો છો. રજાઓની યોગ્ય જાણકારી હોવાથી તમે પહેલાં જ બેંક સંબંધી કામોની યોજના તૈયાર કરી શકો છો. ઓગસ્ટ મહિનામાં શનિવાર અને રવિવાર મળીને કુલ ૧૧ દિવસ બેંક બંધ રહેશે. એટલે કે બેંકોમાં ૨૦ દિવસ કામકાજ રહેશે. એવામાં જરૂરી છે કે તમને એ ખબર હોય કે ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસ અને કયારે બેંક રહેશે. ૪, ૧૧, ૧૮ અને ૨૫ ઓગસ્ટના રોજ રવિવાર છે, એવામાં આ ચારેય રવિવાર બેંક બંધ રહેશે જ.

આ ઉપરાંત ૧૦ અને ૨૪ ઓગસ્ટના મહિનાના બીજા તથા ચોથો શનિવાર છે. આ દિવસે પણ બેંકોમાં રજા રહેશે. ૧૨ ઓગસ્ટના રોજ બકરી ઇદ (ઇદ-ઉલ-અજહા)ના અવસર પર દેશભરની બેંકો બંધ રહેશે. એટલે કે આ દરમિયાન બેંક સતત ત્રણ દિવસ બંધ રહેશે. ૧૩ ઓગસ્ટના રોજ મણિપુર, જમ્મૂ અને શ્રીનગરમાં બેંકોની રજા રહેશે. ત્યારબાદ ૧૫ ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ, આ દિવસે રક્ષાબંધન પણ છે. સ્વતંત્રતા દિવસના અવસર પર પણ દેશભરની બધી બેંક બંધ રહેશે.

૧૭ ઓગસ્ટના રોજ પારસી ન્યૂ ઇયર હોવાના લીધે અમદાવાદ, બેલાપુર, મુંબઇ અને નાગપુરમાં બેંકોની રજા રહેશે. ૨૩ ઓગસ્ટના રોજ જન્માષ્ટમી પર ભુવનેશ્વર, ચેન્નઇ, દેહરાદૂન, હૈદ્વાબાદ, કાનપુર, લખનઉ અને પટનામાં બેંકોની રજા રહેશે.

(3:56 pm IST)