Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

સુરક્ષાબળોને તૈનાત કરવા આંતરીક સુરક્ષા પર આધાર રાખે છે : ગૃહમંત્રાલયનું નિવેદન

નવી દિલ્હી, તા. ર : કાશ્મીર ખીણમાં સીઆરપીએફ અને અર્ધલશ્કરી દળોની સંખ્યા વધારવા અને ઝડપી તૈનાત કરવા માટે સરકાર સૌથી ભારે ભરખમ માલવાહક સી-૧૭ સહીત ભારતીય વાયુસેનાના વિમાનોની સેવાઓ પણ લઇ શકે છે. આ વચ્ચે જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષા દળોની વધારાની ૧૦૦ કંપનીઓના તૈનાત મામલે ગૃહ મંત્રાલયે શુક્રવારે નિવેદન આપ્યું છે. ગૃહ મંત્રાલયે તેમના નિવેદનમાં કહ્યું છે કે, જમ્મૂ કાશ્મીરમાં લગભગ એક સપ્તાહ પહેલા સુરક્ષા દળોની વધારાની ૧૦૦ કંપનીઓને તૈનાતના આદેશ આપ્યા છે. તૈનાતીના સ્થાન પર પહોંચવાની તેમની પ્રક્રિયા

નિવેદનમાં કહ્યું છે કે, આંતરિક સુરક્ષા સ્થિતિ, પરિક્ષણ સંબંધી આવશ્યકતાઓ, અર્ધલશ્કરી દળોની તૈનાતીમાં ફરેફાર તેમના આરામ અને સ્વાસ્થ્યના લાભ આપવા, કેનદ્રીય દળોને તૈનાત કરવા અને તેમને હટાવા, આ નિયમિત પ્રક્રિયા છે. મંત્રાલયે કહ્યું કે, એવું પણ કહેવામાં આવે છે કે, કોઇ નક્કી સ્થાન પર અર્ધલશ્કરી દળોની તૈનાતી અને તેમની ગતિવિધિના સંબંધમાં કોઇપણ સાર્વજનીક રીતે ચર્ચા કરી નહોતી.

(3:46 pm IST)