Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

ધોનીનું 'મિશન કાશ્મીર' શરૂ

ભારતની ટેરિટોરિયલ આર્મીના માનદ્ લેફટનન્ટ કર્નલ મહેન્દ્રસિંહ ધોનીએ કાશ્મીરમાં  ચોકી-પહેરાની, રક્ષક તરીકેની તેમ જ દેખરેખના કાર્યની જવાબદારી સંભાળી લીધી હતી. તે  ફરજના ભાગરૂપે  કાશ્મીરમાં પોતાના દળમાં જોડાઈ ગયો હતો. ધોની ૧૫મી ઓગષ્ટ સુધી વિકટર ફોર્સનો હિસ્સો બનીને કાશ્મીર ખીણપ્રદેશમાં ભારતીય લશ્કરને વિવિધ પ્રકારની સેવા આપશે. ધોની કાશ્મીર નહોતો પહોંચી શકયો, પરંતુ તેણે દિલ્હી-સ્થિત સંબંધિત લશ્કરના સંચાલનમાં જાણ કરી દીધી હતી. સેનાના અધિકારીઓએ કહ્યું હતું કે ધોની એક પખવાડિયું કાશ્મીરમાં રહેશે અને સામાન્ય રીતે પોતાની જવાબદારીઓ સંભાળશે.

૨૦૧૨માં સાલમાં ધોનીએ કાશ્મીરમાં ભારતીય લશ્કર સાથે એક અઠવાડિયું અલગ-અલગ સ્થળે જઈને સૈન્યના જવાનો તેમ જ અધિકારીઓનું મનોબળ વધાર્યું હતું. ધોની ત્યારે ઉરી ક્ષેત્ર સહિત ઉત્તર કાશ્મીરમાં પાક સાથેની અંકુશ હરોળની નજીકના કેટલાક સ્થળે પણ ગયો હતો. ત્યાર પછી ૨૦૧૭માં પણ તે કાશ્મીર આવ્યો હતો અને ભારતીય લશ્કર દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ધોની સામાન્ય લશ્કરી અધિકારીની જેમ કાશ્મીરમાં લગભગ ૧૫ દિવસ સુધી રહેશે એવું પહેલી વાર બની રહ્યું છે. તેને દક્ષિણ કાશ્મીરમાં કયા સ્થળે ચોકીપહેરા માટે મોકલવામાં આવ્યો છે. લશ્કરની ૧૦૬-ટીએ બટાલિયનમાં તે લેફટનન્ટ કર્નલ તરીકે અને પોતાની જવાબદારીઓ અનુસાર ગતિવિધિમાં સામેલ થશે.

(3:43 pm IST)