Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

NMC બિલના વિરોધમાં દેશભરના ડોક્ટરોની સતત ત્રીજા દિવસે હડતાળ : દર્દીઓ પરેશાન

ડોક્ટરોના ભારે વિરોધ છતાં નેશનલ મેડિકલ કમિશન બિલ રાજ્યસભામાં પણ પસાર

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા એનએમસી બિલનો વિરોધમાં દેશભરમાં યથાવત છે. દેશભરની સરકારી હોસ્પિટલના ડોક્ટર્સ હડતાળ કરી રહ્યા છે. ડોક્ટર્સની હડતાળની અસર દિલ્હીમાં પણ જોવા મળી.હતી 

દિલ્હીની એઈમ્સ, લેડી હોર્ડિગ,સફદરગંજ, સહિત મૌલાના આઝાદ કોલેજ, સહિતની સરકારી હોસ્પિટલના ડોક્ટર્સ હડતાળામાં જોડાયા જેથી એઈમ્સમાં સારવાર માટે આવતા અનેક દર્દીઓની હાલાકીમાં વધારો થયો.

ડોક્ટર એનએમસી બિલનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે કે, બિલમાં 3.5 લાખ નોન મેડિકલ શખ્સને લાઈસન્સ આપી તમામ પ્રકારની દવા લખલાનો અને ઈલાજ આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જેથી સરકારી હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટર્સ બિલનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. જે વિરોધ સતત એક સપ્તાહ બાદ પણ યથાવત છે.

 

સમગ્ર દેશના ડોક્ટરોના ભારે વિરોધ વચ્ચે આજે રાજ્યસભામાં નેશનલ મેડિકલ કમિશન બિલ પસાર થઇ ગયું હતું. આ બિલ ૨૯ જુલાઇએ જ ધ્વનિ મતાથી લોકસભામાં પસાર થઇ ગયું હતું. આ બિલની જોગવાઇઓ મુજબ તબીબી શિક્ષણ, તબીબી વ્યવસાય અને તબીબી સંસૃથાઓના તમામ પાસાઓના વિકાસ અને નિયંત્રણ માટે એમસીઆઇ(મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા)ના સૃથાને નેશનલ મેડિકલ કમિશનની રચના કરવામાં આવશે.

આ બિલમાં નિટ-પીજીના સૃથાને એમબીબીએસના છેલ્લા વર્ષમાં કોમન પરીક્ષા લેવાની જોગવાઇ કરવામાં આવી છે. આ કોમન પરીક્ષાને નેશનલ એક્ઝિટ ટેસ્ટ(નેકસ્ટ) નામ આપવામાં આવ્યું છે. આ દરમિયાન બિલનો વિરોધ કરવાડોક્ટરોએ દેખાવો કર્યા હતાં. એઇમ્સ, આરએમએલ હોસ્પિટલ, સફદરજંગ હોસ્પિટલ અને એલએનજેપી હોસ્પિટલ સહિતની સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ આજે કામનો બહિષ્કાર કર્યો હતો. તેમણે દેખાવો દરમિયાન નેશનલ મેડિકલ કમિશન બિલના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતાં.

એઇમ્સ અને સફદરજંગ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટરો અને અન્ડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના દેખાવોના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. આ ડોક્ટરોએ સંસદ સુધી માર્ચ કરવાની યોજના બનાવી હતી પણ પોલીસે તેમને રસ્તામાં જ રોકી લીધા હતાં. ડોક્ટરોના અન્ય એક જૂથ ફેડરેશન ઓફ રેસિડન્ટ ડોક્ટર્સ એસોસિએશન(ફોરડા)ના ડોક્ટરોએ પણ આરઅએમએલ હોસ્પિટલાથી સંસદ સુાધી માર્ચ કરવાની યોજના બનાવી હતી પણ પોલીસે તેમન પણ રસ્તામાં રોકી લીધા હતાં.

(1:40 pm IST)