Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

પાકિસ્તાની તાલિબાનનું ફરમાન : એકલી બહાર ન નીકળે મહિલાઓ, ન માન્યા તો મળશે સખત સજા

પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાનએ લોકોને મોટા અવાજે સંગીત સાભળવાની, પોલિયોનાં ટીંપાં પીવડાવાની મનાઈ ફરમાવી

નવી દિલ્હી ;પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાનએ લોકોને  મોટા અવાજે સંગીત સાભળવાની, પોલિયોનાં ટીંપાં અને મહિલાઓને કોઇ પુરૂષના સાથ વગર બહાર નીકળવા બાબતે ચેતવણી આપી છે. સ્થાનીક મીડિયાના રિપોર્ટ અનુસાર ટીટીપીએ ફરમાન જાહેરત કરતાં ચેતવણી આપી છે લે, જે લોકો તેનું પાલન નહીં કરે તેમને ગંભીર પરિણામ ભોગવવાં પડશે.

  પાકિસ્તાનના ઉત્તરી વજીરિસ્તાન જિલ્લાના મુખ્યાલય મિરામશાહમાં લોકોને બુધવારે એક પેજ પર ઉર્દૂમાં લખેલો એક સંદેશો મળ્યો. જેમાં બધી બાબતો અંગે ચેતવણી આપવામાં આવી હતી. આ સંદેશમાં લખેલું હતું કે, અમે તમને યાદ કરાવીએ છીએ તાલિબાન દ્વાર આ પહેલાં ઘણી વાર જાહેર કરવામાં આવેલ નિવેદનોનું લોકોએ પાલન કર્યું નથી. પરંતુ આ વખતે અમે તાલિબાનના આદેશનું ઉલ્લંઘન કરતા લોકોને સજા આપવાના છીએ.

ડૉન સમાચારે ગુરૂવારે જણાવ્યું કે, આ ફરમાનમાં મહિલાઓ એકલી બહાર નીકળશે તો તેમને ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે. આ સંદેશાઅં લખેલું છે, 'મહિલાઓએ એકલીઓએ બહાર ન નીકળવું, કારણકે તે આપણા સમાજ માટે નુકસાનકારક છે.'
   પત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, દર ત્રણ લોકોમાં મુજાહિદ્દીનનો એક મુખબિર છે. લોકો એમ માને છે કે, તેઓ અમારા આદેશનું પાલન નહીં કરે તો અમને ખબર નહીં પડે. અમારા આદેશનું પાલન ન કરતા લોકો ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહે.

  રિપોર્ટ અનુસાર પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ઘરની અંદર કે બહાર ડીજેનો ઉપયોગ ન કરવો. આ ચેતવણીને ન માનનાર લોકો ગંભીર પરિણામો માટે પોતે જવાબદાર રહેશે.

  ટીટીપીએ લોકોને ધમકાવતાં એક પણ કહ્યું છે કે, રસીકરણ અભિયાન દરમિયાન પોલિયો કર્મચારી બાળકોની આંગળીઓ પર નિશાન બનાવે , પરંતુ દવા ન પીવડાવે. આવું નહીં કરે તો ગંભીર પરિણામો ભોગવવાં પડશે. આ સંદેશના આધારે કંપ્યૂટર પર કે કોઇ દુકાનમાં મોટા અવાજે સંગીત વગાડવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે

(1:18 pm IST)