Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના કાકાને રાયબરેલીની જેલમાંથી દિલ્હીની તિહાડ જેલમાં ખસેડવાનો સુપ્રીમકોર્ટનો આદેશ

રાયબરેલીની જેલમાં સુરક્ષિત હોવાની દલીલ કોર્ટે ફગાવી

નવી દિલ્હી : ઉન્નાવ કેસ મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા દુષ્કર્મની પીડિતાના કાકાને રાયબરેલીની જેલમાંથી દિલ્હીની તિહાડ જેલમાં ખસેડવાના આદેશ આપ્યા છે  કોર્ટે આ આદેશ  સુરક્ષાના કારણને ધ્યાનમાં રાખીને આપ્યા છે. કોર્ટની સુનાવણી દરમ્યાન પીડિતાના વકીલે જણાવ્યુ કે, પીડિતાનો ઈલાજ લખનઉમાં કરવામાં આવશે. તેને દિલ્હી શિફ્ટ કરવાની કોઈ જરૂર નથી.

   કોર્ટમાં પીડિતાની તબીયત અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. કોર્ટમાં કહેવામાં આવ્યુ કે, પીડિતા લખનઉની હોસ્પિટલમાં આઈસીયુમાં છે. પરંતુ તેની સ્થિતિ હજી સુધીમાં ગંભીર નથી. કોર્ટમાં યુપી સરકારના વકીલે દલીલ કરી હતી કે, પીડિતાના કાકા રાયબરેલીની જેલમાં સુરક્ષિત છે. પરંતુ તેની દલીલ કોર્ટે ન સાંભળી અને તેમને તિહાડ જેલમાં શિફ્ટ કરવાના આદેશ આપવામાં આવ્યા.

  કોર્ટે ઉન્નાવનો કેસ સુપ્રીમ કોર્ટની બીજી બેંચનો સોંપ્યો છે. આ બેંચ સમગ્ર કેસ પર નજર રાખશે. આ પહેલા ગુરૂવારે સુપ્રીમ કોર્ટે પીડિતાને 25 લાખની સહાય અને તેને સીઆરપીએફની સુરક્ષા પુરી પાડવાના આદેશ આપ્યા હતા.

(1:13 pm IST)