Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

કાશ્મીર મુદ્દે ભારતે ટ્રમ્પને રોકડું પરખાવ્યું :કહ્યુ, 'તમારી જરૂર નથી, માત્ર પાકિસ્તાન સાથે ચર્ચા

વાતચીતની જરૂર હશે તો તે માત્ર પાકિસ્તાન સાથે જ થશે અને માત્ર દ્વિપક્ષીય વાતચીત જ હશે.'

નવી દિલ્હી : ભારતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કાશ્મીર મધ્યસ્થતા પર કરવામાં આવેલી રજૂઆતને ધરમૂળથી ફગાવી દીધી છે. થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં આસિયાન દેશોના સંમેલનમાં વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકી સમકક્ષ માઈક પોપેયો સાથે મુલાકાતમાં આ વાત એકદમ સ્પષ્ટ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પે એક વાર ફરીથી કાશ્મીર પર મધ્યસ્થતાની રજૂઆત કરી. ગુરુવારે વ્હાઈટ હાઉસમાં રિપોર્ટર્સ સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યુ કે જો ભારત ઈચ્છે તો તે આ મુદ્દાને ઉકેલવામાં મદદ કરી શકે છે પરંતુ બધુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદી પર નિર્ભર છે.

 વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે ટ્વીટ કરીને ભારતના વલણ વિશે જણાવ્યુ. તેમણે લખ્યુ, 'મે મારા સમકક્ષને આજે સવારે સ્પષ્ટ રીતે જણાવી દીધુ છે કે કાશ્મીર પર કોઈ પણ પ્રકારની વાતચીતની જરૂર હશે તો તે માત્ર પાકિસ્તાન સાથે જ થશે અને માત્ર દ્વિપક્ષીય વાતચીત જ હશે.'

(1:12 pm IST)