Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

કૃષ્ણા નદીમાં 35 ફૂટ ઉપરથી છલાંગ : ખતરનાક સ્ટંટનો TikTok બનાવવા લાંબી લાઈન લાગી !

યુવાઓના સ્ટંટ કરવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ

મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે સાંગલીમાં કૃષ્ણા નદીની જળ સપાટી હાલ વધુ છે અને યુવકો રોમાંચના નામ પર આ ખતરનાક સ્ટંટ કરી રહ્યા છે. યુવક-યુવતિઓ સાંગલીમાં કૃષ્ણી નદીના આયરવિંન પુલથી છલાંગ લગાવી રહ્યા છે. નદીમાં છલાંગ લગાવવા માટે યુવાઓમાં લાઈન લાગી છે.

   યુવાઓનો સ્ટંટ જોવા માટે પુલ પર ભારે ભીડ જમા થઈ ગઈ પરંતુ પોલીસ અને પ્રશાસન આ બધી વાતથી અજાણ છે. આટલું જ નહીં યુવાઓના સ્ટંટ કરવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ રોમાંચની મજા લઈ રહ્યા છે પરંતુ યુવાને આમ કરવાથી રોકી નથી રહ્યા. જ્યારે યુવાનો માટે તે જીવલેણ પણ થઈ શકે છે.

  યુવાનો જે આયરવિંન પુલ પરથી નદીમાં છલાંગ લગાવી રહ્યા છે તે સ્ટંટ લગભગ 35 ફૂંટ ઉચો છે. જ્યારે યુવાનો પુલ પર સ્ટંટ કરી રહ્યા હતા ત્યારે ભારે ભીડમાં લોકો ત્યાં તે જોઈ રહ્યા હતા. ઘણા યુવક યુવતીઓ તો ટીકટોક બનાવતા નદીમાં છલાંગ લગાવી રહ્યા છે.

(12:38 pm IST)