Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

જમ્મુ કાશ્મીરમાં સેના અને વાયુસેનાને એલર્ટ પર રાખવાની કેમ જરૂર પડી? ઉંમર અબ્દુલ્લાનું ટ્વીટ

મોટાઈ સંખ્યામાં સેનાના જવાનોની તૈનાતી પર ઉઠાવ્યા સવાલ

જમ્મુ કાશ્મીરમાં મોટી સંખ્યામાં સેનાના જવાનની તૈનાતી પર જમ્મુ કાશ્મીરની સ્થાનિક રાજકીય પાર્ટી દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો. એનસીના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે, જમ્મુ કાશ્મીરમાં સેના અને વાયુસેનાને એલર્ટ પર રાખવાની કેમ જરૂર પડી?

   જમ્મુ કાશ્મીરમાંથી સરકાર આર્ટિકલ 35-Aને હટાવવાની તૈયારી કરી રહી છે. જેથી આ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યુ છે. ઉમર અબ્દુલ્લાએ આ પ્રકારનું નિવેદન એવા સમયે આપ્યુ જ્યારે તેમણે ગુરૂવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી સાથે કરેલી મુલાકાત બાદ ઉમર અબ્દુલ્લાએ જણાવ્યુ હતુ કે, પીએમ મોદીને જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે જાણકારી આપવામાં આવી છે.

  ખીણમાં સ્થિતિ સામાન્ય થઈ છે. જેથી કેન્દ્ર સરકાર કોઈપણ એવા નિર્ણય ન લે જેથી જમ્મુ કાશ્મીરમાં ફરીવાર સ્થિતિ વણસે. ખીણમાં જવાનની તૈનાતગી બાદ એનસીને ભય છે કે, મોદી સરકાર જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 35-એ અને 370 હટાવવાની તૈયારી કરી રહી છે

(12:09 pm IST)