Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

સેન્ટ્રલ નાર્કોટીકસ બ્યુરોના વડાનો ચાર્જ સંભાળતા રાકેશ આસ્થાના

દેશની યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલવાના નેટવર્કને છિન્નભિન્ન કરવાના મોદી સરકારના નિર્ણયનો અમલ : ભુતકાળમાં બજાવેલી પ્રસંશનિય કામગીરી ધ્યાને લઇ ગુજરાત કેડરના અધિકારીની પસંદગી

રાજકોટ, તા., ૨: ગુજરાત અને પંજાબ સહિત દેશભરમાં કેફી પદાર્થો દ્વારા યુવા પેઢીને ખોખલી કરવા માટે અંધારી આલમને પાડોશી દુશ્મન દેશ દ્વારા ચાલતા પ્રોકસીયુધ્ધના  નેટવર્કને છિન્નભિન્ન કરવા માટે કેન્દ્રની મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લઇ આ જવાબદારી ગુજરાત કેડરના ૧૯૮૪ બેચના આઇપીએસ રાકેશ આસ્થાનાને સુપ્રત કરતા તેઓએ પોતાના વધારાની જવાબદારીનો ચાર્જ સંભાળી લીધાનું દિલ્હીના ટોચના સુત્રોએ અકિલાને જણાવ્યું છે.

હાલમાં કેન્દ્રમાં સીવીલ એવીએશનના ડાયરેકટર જનરલ જેઓ મોભાદાર હોદ્દો ધરાવતા રાકેશ આસ્થાનાની કાર્યક્ષમતા અને ભુતકાળમાં તેઓએ બજાવેલી પ્રસંશનીય કામગીરી ધ્યાને લઇ તેઓને નાર્કોટીકસ બ્યુરોના ડાયરેકટર જનરલનો ચાર્જ આપતો હુકમ કરવામાં આવ્યો છે.

આ સ્થાન પર ફરજ બજાવતા અધિકારી આઇપીએસ એકેડેમીમાં બદલાતા આ મહત્વની જગ્યા ખાલી હતી લાંબી વિચારણા બાદ કેન્દ્રએ આ સ્થાને રાકેશ આસ્થાનાને મુકવાનો નિર્ણય કરતા સેન્ટ્રલના હોમ અફેર્સ  ડીવીઝનના ડાયરેકટર આર.કે.પાંડે દ્વારા આ હુકમ કરવામાં આવ્યો હતો.

(12:02 pm IST)