Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

પાકિસ્તાનમાં હાહાકારઃ ડીઝલ રૂ.૧૩૬, પેટ્રોલ ૧૧૭ને પાર

પીએમ ઇમરાનાખાને પેટ્રોલીયમ ઉત્પાદકોની કિંમતોને મંજુરી આપી

ઇસ્લામાબાદ, તા.૨: વડાપ્રધાન ઇમરાનખાને પેટ્રોલિયમ ઉત્પાદોની કિંમતોમાં વધારાને મંજૂરી આપી દીધી છે.

જેનાથી મોંઘવારી અને ટેક્ષના બોજથી પરેશાન પાકિસ્તાનીઓને વધુ એક ઝટકો લાગ્યો. હવે ત્યાં પેટ્રોલમાં ૫.૧૫ રૂપિયા અને ડીઝલમાં ૫.૬૫ રૂપિયા પ્રતિ લીટરનો વધારો બાદ કિંમત વધીને ક્રમશૅં ૧૧૭.૮૩ રૂપિયા પ્રતિ લીટર અને ૧૩૫.૭૨ રીપીયા પ્રતિ લીટર થઇ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ ઘટવાથી પાકિસ્તાનમાં પેટ્રોલિયમ પદાર્થોની કિંમત વધારી દેવામાં આવી છે અને તે ત્યાંની તંગ અર્થવ્યવસ્થાને દર્શાવે છે.

ઇમરાનખાને તેલ તેમજ ગેસ વિકાસ પ્રાધિકરણની ભલામણને મંજૂરી આપી દીધી છે. પેટ્રોલિયમ ઉત્પાદો પર દસ ટકાના વધારાનો પ્રસ્તાવ તેમની સામે રાખ્યો છે.

કેરોસીન ભાવ ૫.૩૮ રૂપિયા તેમજ ડીઝલનો ભાવ ૮.૯૦ રૂપિયા વધીને ક્રમશૅં ૧૦૩.૮૪ રૂપિયા અને ૯૪.૨૭ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. બીજી બાજુ ત્યાં ગેસ સિલિન્ડરના ભાવ એક હજાર પાકિસ્તાની રૂપિયાથી ઉપર થઇ ગયા છે.

પાકિસ્તાન સ્ટેટ ઓઇલે છેલ્લા ત્રણ મહિના માં ક્રૂડ ઓઇલ ૬૫ ડોલર પ્રતિ બેરલની કિંમતમાં ખરીદ્યું છે. ૨૦૧૯-૨૦ માટે વર્લ્ડ બેંકે ભવિષ્યવાણી કરી કે ક્રૂડ ઓઇલની કિંમતો ૬૭ ડોલર પ્રતિ બેલર પહોંચી શકે છે.

પેટ્રોલ અને એચએસડી બે એવા ઉત્પાદ જેનાથી સરકારને સૌથી વધુ રાજસ્વ મળે છે. કારણકે દેશમાં તેનો વપરાશ વધુ છે.

(11:27 am IST)