Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

જર્મન નેતાઓએ હિટલરને મારવાનો ૧૯૪૪માં કર્યો હતો પ્રયાસ

આ હતા તેમની નિષ્ફળતાના કારણો

૨૦ જુલાઇ ૧૯૪૪ના રોજ  હિટલર અને સીનીયર નાગી સૈન્યના અધિકારીઓ પુર્વ પર્શીયાના  રસ્ટેનબર્ગ ખાતે આવેલ વુલ્ફ લેઇર ખાતે ભેગા થયા હતા.  પુર્વીય મોરચે લશ્કરની હિલચાલ વિષે  ચર્ચા કરવા માટે જેવી નાગી મીલીટરી અધિકારીઓએ પોતાની બેઠક લીધી કે તુરત  જ તે રૂમમાં ેક  બેફામ ધડાકો થયો હતો. ધુમાડાના ગોટા વચ્ચે હિટલરની  શરીર એક ટેબલ પડેલુ દેખાતુ હતુ. એક  ક્ષણ  માટે એવુ માની લેવામાં આવ્યુ કે હિટલરનુ મૃત્યુ થયુ છે. અને યુરોપ નાગીઓના ભયથી  મુકત થઇ ગયુ છે.

એક ક્ષણ માટે કલોસ વોન સ્ટોફનબર્ગ અને તેના સહયોગીઓને એવુ લાગ્યુ કે તેઓ બીજા વિશ્વયુધ્ધને રોકવામાં અને હજારો જીંદગીઓ બચાવવાના તેમના  મકસદમાં સફળ થયા છે. કમનસીબે હિટલરની હત્યાનો આ પ્લોટ જે જુલાઇ પ્લોટ અથવા  ઓપરેશન વાલ્કીરી નામે પ્રખ્યાત થયો હતો. તે નિવારી શકાય તેવો  કારણોસર નિષ્ફળ બન્યો હતો.

૧૯૪૪ના ઉનાળા સુધીમાં જર્મનની ઘણી બધી પ્રજા સહિત  જર્મનીના સીનીયર  મીલીટરી ઓફિસરો પણ એવુ માનતા  થયા હતા  કે જર્મની યુધ્ધ નહી જીતી શકે. મોટા ભાગના  લોકો  આના  માટે હીટલરને જવાબદાર ગણતા હતા. કેટલાક રાજકારણીઓ અને સીનીયર મીલીટરી અધિકારીઓએ વુલ્ફસ ડેન્જ (હીટલરના મીલીટરી હેડકવાર્ટરોમાનુ  એક) ખાતેની મીટીંગમાં બોમ્બ મુકવાનુ આયોજન કર્યુ જેને ઓપરેશન વાલ્કીરી એવુ નામ આપવામાં આવ્યુ હતુ.

એવુ વિચારવામાં આવ્યુ હતુ કે હિટલરનુ મૃત્યુ થાય તો મીલીટરી એવુ જાહેર કરશે કે નાગી પક્ષે આ હત્યા કરી હતી. ત્યાર પછી  રીઝર્વ આર્મી બર્લીન ખાતેના  આ મુખ્ય મથકો કબજે  કરીને  નાગી પક્ષના ઉચ્ચ હોદ્દેદારોની ધરપકડ કરીને  કાર્લ ફ્રડેરીચ  ગોર્ડલરને ચાન્સલેર અને લુડવીક  બેંકને રાષ્ટ્રપતિ  જાહેર કરીને નવી સરકાર બનાવી લેવી  નવી સરકારનો  મુખ્ય ઉદ્દેશ યુધ્ધને  સમાપ્ત કરવાની વાટાઘાટો કરવાનો  રહેશે. જેથી જર્મનીને  વધુમાં વધુ ફાયદો થાય.

જુલાઇ  પ્લોટના રમેલામાંથી છેલ્લે બચેલા ફીલીપવોન બેઇસ્લેગર  અનુસાર, આમા જોડાયેલા મુખ્ય  કાવતરાઓના  ઉદેશો અલગ અલગ હતા. તેમાંથી મોટાભાગના દેશનેે હારથી  બચાવવા ઈચ્છતા હતા.  જ્યારે   અન્યો તેનાથી દેશનુ મનોબળ તુટતુ રોકી શકાશે. એવુ  માનતા હતા. તેમણે આના માટે એક યુવાન  કર્નલ  કલોસ વોન સ્ટોફન બર્ગન પસંદ કર્યો હતો. સ્ટોફન બર્ગ  ઓફ કટ્ટર જર્મન રાષ્ટ્રવાદી હતો. પણ તે  નાઝી પક્ષનો સભ્ય નહોતો .  તે એવુ નિશ્ચીત રીતે માનતો હતો કે દેશને બચાવવા માટે જર્મનીને હિટલર  મુકત કરાવવુ  એ તેની દેશ પ્રત્યેની ફરજ છે.

જો કે   હિટલર પણ તેની  હત્યાના પ્રયાસો  બાબતે  અજાણ નહોતો. ૧૯૩૦માં જર્મની રાજકારણમાં તેના ઉદય પછી  તેને મારવાના  ઘ ણા પ્રયત્નો  થઇ ચુકયા હતા.  આવા બનાવો વધવાના કારણે ત.ે પોતાને કાર્યક્રમોમાં છેલ્લી ઘડીએ અચાનક કોઇને જાણ કરર્યા વગર ફેરફાર કર્યા કરતો.

૨૦ જુલાઇ ૧૯૪૪ના રોજ સ્ટોફન બર્ગ વુલ્ફસ્કેન્ઝ ખાતેના બેંકરમાં પહોચ્યા હતા. કાવતરાખોરોને ખબર હતી કે મીટીંગ એક કોન્ક્રીટના બારી વગરના ભુગર્ભ બન્કરમાં થશે. જેને  સ્ટીલના હેવી દરવાજા વડે  સીલ કરવામાં આવશરે. તેની અંદર  બ્લાસ્ટ થશે તો  અંદર  રહેલા કોઇ નહી  બચે તેમને ખાતરી હતી.

પીઅરે ગેલાન્ટે અનુસાર ઓપરેશન વાલ્કીરીના દિવસે એટલે કે ૨૦ જુલાઇએ ખુબ ગરમી હોવાથી  મીટીંગનુ આયોજન જમીનની ઉપર લાકડા ના બર્કરમાં કર્યુ હતુ. જેમાં હવાની પુષ્કળ અવરજવર હતી. રૂમમાં ઘણી  બધી બારીઓ ઉપરાંત  લાકડાનુ ટેબલ  અને કેટલાક ડેકોરેટીવ ફર્નિચર પણ હતા જેનો  મતલબ  કે ધડાકાની  ઈન્ટેસીટી ઘટી જાય . જોકે તો પણ સ્ટોનબર્ગ  આગળ  વધવાનુ  નક્કી કર્યુ અને  માની લીધુ કે બે ધડાકાથી અંદર રહેલ બધા મરી જશે.

જ્યારે તે અંદર  ગયો ત્યારે બે બોમ્બ લઇ જવાનુ નક્કી કર્યુ હતુ. પણ અચાનક આવેલા  એક ફોન  અને મીટીંગમાં  જવા માટે  વારંવાર તેની  ચેમ્બરનો દરવાજો  ખખડાઇ રહ્યો હોવાથી તે એક જ બોમ્બ લઇ જઇ શકયો જેના લીધે  બોમ્બ બ્લાસ્ટની ઘાતકતા અર્ધી ઘટી ગઇ હતી. 

સ્ટોફન બર્ગને  આની જાણ હતી એટલે તેણે બોમ્બને હીટલરની જેટલી નજીક લઇ જઇ શકાય તેટલો લઇ જવાનુ નક્કી કર્યુ પોતાને ઓછુ સંભળાતુ હોવાનુ બહાનુ આપીને તેણે હીટલરની શકય એટલી વધુ નજીક પોતાની ખુરશી મેળવી.  હીટરલર અને તેની વચ્ચે એક જ વ્યકિત હતો.  સ્ટોફનબર્ગ પોતાની સુટકેસ હોટલરની વધુમાં વધુ નજીક  મુકી હતી. અને પછી તે ફોન ક રવાનુ  બહાનુ કરીને રૂમની  બહાર નીકળી ગયો હ તો.  તે દરમ્યાન  અન્ય એક અધિકારી તેની ખુરશી પર બેસી ગયો. અને  અજાણતા  જ  તેણે  સ્ટોફનબર્ગની સુટકેસ  ટેબલના એકદમ  મજબુત પાયા  તરફ  ખસેડી દીધી હતી.

નક્કી કરાયેલ સમયે એટલે કે ૧૨.૧૨ મીનીટે બોમ્બ ફાટ્યો હતો. એક સ્ટેનોગ્રાફર  તરત જ  મરી ગયો  હતો. અને  ૨૦ લોકો  ઘાયલ થયા હતા. જેમાંથી પાછળથી ૩ના મોત થયા હતા.

હિટલરનું મોત  થઇ જ ગયુ છે એવુ માનીને  સ્ટોફન બર્ગ અને તેને મદદગાર વર્નર વોન હેફટન ત્યાંથી  ત્રણ ત્રણ મીલીટરી  ચેક પોસ્ટને ચકમો આપીને ભાગી ગયા હતા. પણ  હિટલરને લાકડાના  ટેબલના ભારે પાયાનુ કવચ મળી ગયુ હોવાથી તે  મામુલી ઈજાઓ સાથે બચી ગયો હતો. તેના પેન્ટના લીરેલીરા થઇ ગયા હતા.  તેના આવા ફોટાનો નાઝીઓએ પછીથી ઘણો  ઉપયોગ કર્યો હતો.

ઈતિહાસકાર  ઈઆન  કર્શોવ અનુસાર ત્યારપછી રીજઝર્વ આર્મીએ બર્લીનમાં ઉચ્ચ નાઝી નેતાઓને ધરપકડો કરી હતી.  તે જ રાત્રે જનરલ ફ્રેડરીક ફ્રોમે કોર્ટ માર્શલ  કરીને બધા કાવતરાખોરોને મોતની સજા જાહેર કરી હતી. લુડવીગ બેકે આત્મહત્યા કરી હતી.  જ્યારે સ્ટોફનબર્ગ, હેફટન, ઓલ્બ્રીચ અને  બીજા   એક અધિકારી  ઓલબ્રેચ   મર્ત્ઝ વોન કવીર્નહેમને ફાયરીંગ  સ્કવોડ સામે ઉભા રાખીને ગોળી મારી દેવાઇ હતી. 

(12:02 pm IST)