Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં સેનાએ આતંકવાદીઓને ઘેર્યા : અથડામણમાં એક જવાન શહીદ : બે - ત્રણ આતંકી છૂપાયાંની શંકા

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ  રહી છે આ અથડામણ શોપિયાં જિલ્લાના પાંડોશન ગામમાં થઈ રહી છે અહીં કેટલા આતંકવાદીઓ છુપાયા હોવાની આશકા છે

 મળતી માહિતી મુજબ 2-3 આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે. સતત બંને તરફથી ગોળીબાર ચાલુ રહ્યો. દક્ષિણ શોપિયામાં આતંકવાદીઓએ આઈડી દ્વારા 55 રાષ્ટ્રીય રાઇફલ્સ વાહનોને ઉડાડવાનો પ્રયાસ કર્યો, જેમાં કોઈ જવાન ઘાયલ થયો નથી અથવા માર્યો ગયો નથી. જોકે, કારને થોડું નુકસાન થયું છે. ગુરુવારે તે પહેલા જમ્મુ કાશ્મીર નંબરની કારમાં સવાર કેટલાક શંકાસ્પદ લોકોની દિલ્હીના રીંગરોડની હદમાં પોલીસ સાથે ઝડપ થઇ હતી.

(1:35 pm IST)