Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

પીળા કલરમાં આવી રહી છે રૂ ૨૦ની નવી નોટ

નોટની પાછળ દેશની સાંસ્કૃતિક વિરાસતને દર્શાવનાર અજંતા ઇલોરની ગુફાનું ચિત્ર છેઃ રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યુ છે કે પહેલાંથી ચલણ ૨૦ રૂપિયાની હાલની બધી નોટ લીગલ ટેંડર બની રહ્યા છે

નવી દિલ્હી, તા.૨: રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) ટૂંક સમયમાં ૨૦ રૂપિયાની નવી નોટ જાહેર કરવાની તૈયારીમાં છે. મહાત્મા ગાંધી (ન્યૂ) સીરીઝ હેઠળ જાહેર થનાર આ નોટ પર ગર્વનર શકિતકાંત દાસની સહી હશે. આ નોટનો કલર હાલમાં ચલણમાં ચાલી રહેલી ૨૦ રૂપિયાની નોટથી અલગ છે. નવી નોટની સાઇઝમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકના અનુસાર ૨૦ રૂપિયાની નવી નોટ થોડી લીલા અને પીળા રંગની હશે. નોટની પાછળ દેશની સાંસ્કૃતિક વિરાસતને દર્શાવનાર અજંતા ઇલોરની ગુફાનું ચિત્ર છે. રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે પહેલાંથી ચલણ ૨૦ રૂપિયાની હાલની બધી નોટ લીગલ ટેંડર બની રહ્યા છે.

સહયોગી વેબસાઇટ www.zeebiz.com/hindiમાં પ્રકાશિત સમાચાર અનુસાર નવી નોટોની પહેલી ખેપ કાનપુર સ્થિર રિઝર્વ બેંકના રિજનલ ઓફિસ પહોંચી ચૂકી છે. ટૂંક સમયમાં ૨૦ રૂપિયાની નવી નોટ બેંકોમાં પહોંચી જશે. આરબીઆઇની આ નવી નોટ લીલા-પીળા કલરની દેખાઇ રહી છે. નોટની પાછળ દેશની સાંસ્કૃતિક વિરાસતને દર્શાવનાર અજંતા ઇલોરાની ગુફાઓનો ફોટો છે. ઇલારોની ગુલાફો મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં સ્થિત છે. આ યૂનેસ્કોની વિશ્વ ધરોહરમાં સામેલ છે.

ઇલોરામાં કુલ ૩૪ ગુફાઓ છે. આ લગભગ ૩૦ કિલોમીટર ફેલાયેલી છે. આ ગુફાઓમાં હિંદુ, બૌદ્ઘ અને જૈન મંદિર બનેલા છે. અહીં ૧૨ બૌદ્ઘ ગુફાઓ, ૧૭ હિંદુ ગુફાઓ અને પાંચ જૈન ગુફાઓ છે. આ ગુફાઓને ૧૦૦૦ ઇ.પૂ બનાવવામાં આવી હતી. તેને રાષ્ટ્રકુટ વંશના શાસકોએ બનાવી હતી. મહારાષ્ટ્રના મુખ્ય કૈલાશ મંદિર પણ આ ગુફાઓમાં બનેલા છે.

જૂની નોટોના મુકાબલે ૨૦ રૂપિયાની આ નવી નોટ થોડી નાની છે. જૂની નોટની તુલનામાં તેનો આકાર લગભગ ૨૦ ટકા નાનો ગણાવવામાં આવી રહ્યો છે. નવી નોટનો આકાર 63mmx129mૃ છે. બાકીના બધા ફીચર એવા જ રહેશે, જે પહેલાં નોટ જાહેર કરેલી નોટમાં છે.

(10:08 am IST)