Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

સાંસદ આઝમખાનની મુશ્કેલીમાં સતત વધારો: હવે ઇડીએ મની લોન્ડરિંગનો કેસ કર્યો દાખલ

યૂનિવર્સિટીમાં વિદેશમાંથી દાન મળવા સંબંધિત કથિત મની લોન્ડ્રિંગના આરોપોની તપાસ

નવી દિલ્હી:સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુરથી સાંસદ આઝમ ખાનની મુશ્કેલીમાં એક પછી એક વધારો થઇ રહયો છે  EDએ તેની વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો છે. આઝમ ખાન પહેલાથી જ જમીન મામલે ઘેરાયેલા છે. તેમની યૂનિવર્સિટી પર દરોડા પડી રહ્યાં છે.જો કે આઝમ ખાન પોતે પોતાના પર લાગેલા આરોપોને સતત નકારી રહ્યાં છે.

 આઝમ ખાન જમીન હડપવાના 26 નવા મામલાઓ બાદ કરોડો રૂપિયાના જમીન ગોટાળામાં ફસાયા છે. ઉત્તરપ્રદેશ સિંચાઇ વિભાગે તેમને રામપુરમાં લગ્ઝરી રિઝોર્ટ જીવનસાથી માટે સરકારી જમીન હડપવાને લઇને નોટિસ જાહેર કરી છે. જિલ્લા વહિવટી તંત્રએ સરકારી જમીનના એક મોટા ટુકડાના કબ્જાના સંબંધમાં અનિયમિતતાઓનો આરોપ લગાવ્યો છે. આ જમીન પર ગેસ્ટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે.

  ઉત્તરપ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી આઝમ ખાન વિરુદ્ધ સરકારી અને ગરીબ ખેડૂતોની ખેતીલાયક જમીન હડપવાના સિલસિલામાં સતત કેસ નોંધાયા બાદ તેમને ભૂમાફિયા જાહેર કરવામાં આવ્યા છે. ED પણ આઝમ ખાનની યૂનિવર્સિટીમાં વિદેશમાંથી દાન મળવા સંબંધિત કથિત મની લોન્ડ્રિંગના આરોપોની તપાસ કરી રહી છે.

(12:00 am IST)