Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

અજમેરમાં અનરાધાર વરસાદે 33 વર્ષનો રેકોર્ડ તોડ્યો: પુષ્કર સરોવર છલોછલ :દરગાહ બજારમાં એક તણાયો

પુષ્કર સરોવરમાં 2 કલાક સુધી ધોધમાર વરસાદે છેલ્લા 33 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો

 

રાજસ્થાનમાં અનેક જગ્યાએ ભારેથી અતિભાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે. રાજસ્થાનનાં પવિત્ર યાત્રાધામ અજમેરમાં પૂરનાં પાણી ફરી વળ્યા છે.તોફાની વરસાદે અજમેરને ઘમરોળ્યું હતુંવરસાદથી આખું અજમેર શહેર પાણીમાં ગરકાવ થયું હતું. ઠેક-ઠેકાણે પાણી ફરી વળ્યા હતા. અજમેરમાં ભારે વરસાદને કારણે દરગાહ બજારમાં પ્રચંડ વેગથી  પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે એક વ્યક્તિ પાણીમાં તણાઇ ગયો હતો

પુષ્કર સરોવરમાં ગુરૂવારે 2 કલાક સુધી સતત થયેલા વરસાદથી છેલ્લા 33 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.33 વર્ષ પછી પુષ્કર સરોવર છલોછલ પાણીથી ભરાઇ ગયું છે. તેમજ 8 ફૂટ નવા નીરની આવકને કારણે જળસ્તર વધીને લગભગ 20-21 ફૂટે પહોંચ્યું છે. તેમ છતાં હજું સુધી પાણીની આવક યથાવત છે.

(12:00 am IST)