Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

જમશેદપુરમાં ત્રણ વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરીને બળાત્કાર: રડવા લાગતા નરાધમે માથું કાપીને ફેંકી દીધી

રેલવે સ્ટેશને માતા સાથે સુતેલી બાળકીનું અપહરણ કરેલ :ઝાડી માંથી માથું કપાયેલ હાલતમાં બાળકીની લાશ માલ્યામાં ચોંકાવનારો ખુલાસો

 

ઝારખંડના જમશેદપુરમાં હેવાનિયતની હદ વાતાવતો કિસ્સો બહાર આવ્યો છે જમશેદપુરમાં ત્રણ વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ ગુજારીને માથું કાપીને ફેંકી દીધી હતી ,પાંચ દિવસ બાદ બાળકીનું માથું કાપેલી હાલાતમાં લાશ પોલિથીનમાં પડેલી મળી હતી

   મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે અને બે મુખ્ય આરોપી સહીત ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે તેમાંથી એક આરોપી રીન્કુ વર્ષે 2015માં બાળકોનું અપહરણ અને હત્યાની કોશિશમાં જેલ જઈ ચુક્યો છે

  બાળકી ગત સપ્તાહે રેલવે સ્ટેશન પર પોતાની માતા સાથે સૂતી હતી ત્યારે ગાયબ થઇ હતી સીસીટીવી ફુટેજમાં એક વ્યક્તિ સુતેલી બાળકીને ખભા પર લઇ જતો જોવાયો હતો તેની માતાએ બીજા દિવસે  બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી બાળકીની માતાએ તેના પાર્ટનર પર શંકા વ્યક્ત કરી હતી જેના માટે તેણીએ તેના પતિને છોડી દીધો હતો,અને તેની સાથે બંગાળ ચાલી ગઈ હતી

  રેલવે સ્ટેશનથી ચાર કિલોમીટર દૂર ઝુપડપટ્ટી પાસે ઝાડીઓમાં બાળકીની ક્ષત-વિક્ષત હાલતમાં પ્લાસ્ટિકની બેગમાં લાશ મળી હતી ,પોલીસ મુજબ ધરપકડ થયેલ 30 વર્ષનો રીન્કુ સાહુએ દુષ્કર્મ બાદ ગળું દબાવી હત્યા કરીને માથું કાપી નાખ્યાનું કબુલ્યું છે ડીસીપીએ કહ્યું કે કેસમાં મોનુ માંડલ,ગ્રામ નયા બજાર થાણા રાજમહેલ જિલ્લા સાહેબગંજ,રીન્કુ સાહુ ટેલ્કો અને કૈલાશ કુમાર કાશીદીહને આરોપી બનાવ્યા છે

 પોસ્ટમોર્ટમ દરમિયાન બાળકીના શરીરમાં ઇજાના નિશાન મળ્યા છે આરોપીએ અપહરણના બીજા દિવસે હત્યા કર્યાનું કબુલ્યું છે લાશ મળ્યાના 24 કલાક બાદ બાળકીનું કપાયેલ માથું મળ્યું હતું માથું શોધવા આરપીએફનો ડોગે પણ નિષ્ફ્ળ ગયો હતો પોલીસ રિંકુને ફરીવાર ઝાડીમાં લઇ જઈને બાળકીનું માથું મેળવ્યું હતું

(12:00 am IST)