Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

યૌન શોષણ અપરાધમાં બાળકોના સંરક્ષણ વિધેયક લોકસભામાં પાસ :મૃત્યુદંડની જોગવાઈ, વિપક્ષે પણ વિધેયકના અનેક પ્રાવધાનનું સ્વાગત કર્યું: મૃત્યુદંડ પર પુન વિચાર કરવા માંગ કરી

 

નવી દિલ્હી :બાળકોને યૌન શોષણ અપરાધથી સુરક્ષિત રાખવા લોકસભામાં યૌન અપરાધથી બાળકોના સંરક્ષણ (સંશોધન )વિધેયક લોકસભામાં પાસ થયું છે સરકારે તેને લોકસભામાં રજૂ કર્યું હતું ,વિપક્ષે પણ વિધેયકના અનેક પ્રાવધાનનું સ્વાગત કર્યું હતું જોકે વિધેયકમાં મૃત્યુદંડના પ્રાવધાનની પુન વિચાર કરવા માંગ કરી હતી

  લોકસભામાં વિધેયક રજૂ કરતા કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લઇને ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે ચિતા માત્ર એટલી નથી કે બાળકોનું યૌન શોષણનો વિડિઓ જોવાઈ રહ્યો છે પરંતુ ચિંતા વાત ની છે કે કોણ ફેલાવે છે

(12:00 am IST)