Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

શાળામાં પટાવાળાએ નિવૃત્તિના દિવસે હેલિકોપ્ટર ભાડે લઈને ઘરે પહોંચ્યા ;ગામમાં લગાવ્યા ચક્કર

હેલિકોપ્ટરમાં આખા કુટુંબને પણ પોતાની સાથે ફેરવ્યું

ફરીદાબાદ ;એક શાળાના પટાવાળાએ પોતાનું સ્વપ્ન પૂરું કરવા નિવૃત્તિના દિવસે હેલિકોપ્ટર

ભાડે લઈને ઘરે પહોંચ્યા હતા અને તેમના આખા કુટુંબને સવારી કરાવી હતી

   હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના સદપુરા ગામમાં રહેતા કુડા રામનું સ્વપ્ન હતું કે તે એક દિવસ ચોક્કસ હેલિકોપ્ટર ઉપર સવાર થઈ જશે. આ સ્વપ્ન પૂર્ણ કરવા માટે, રામએ જાતે નિવૃત્તિના દિવસે હેલિકોપ્ટર ભાડે લીધું હતું અને આખું કુટુંબને પણ પોતાની સાથે ફેરવ્યું હતું. આમ કરવામાં તેમનો સંપૂર્ણ ખર્ચ લગભગ ત્રણ લાખ રૂપિયા પર પહોંચ્યો. જ્યારે તે શાળામાંથી નિવૃત્ત થયો, ત્યારે તે ઉડાન ભરીને ઘરે પહોંચ્યો હતો.

   નિવૃત્તિ પછી કૂડા રામે હેલિકોપ્ટર ઉતરતા પહેલા હવામાં ગામના ચક્કર લગાવ્યા હતા.અને હાથથી લોકોનું અભિવાદન કર્યું હતું વર્ષ 1979 માં, કુડારામને હરિયાણા રાજ્ય હેઠળના શિક્ષણ વિભાગમાં ચોથા વર્ગના કર્મચારીની નોકરી મળી હતી  તેમની પ્રથમ પોસ્ટિંગ જિલ્લાના નીમકા ગામે આવેલી સરકારી શાળામાં થઈ હતી. ત્યારથી તે આ શાળામાં પટાવાળા તરીકે ફરજ બજાવતો હતો. હવે તેમની નિવૃત્તિ થઈ હતી.  

(8:47 am IST)