Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

ભાજપના નેતા વિરૂદ્ધ આપત્તિજનક ટ્વીટ મામલે કેજરીવાલને દિલ્હી કોર્ટનું તેડું ; હાજર થવા આદેશ

આપના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન અને દિલીપ પાંડેને પણ કોર્ટે આ કેસમાં સમન્સ મોકલ્યું

નવી દિલ્હી :ભાજપના નેતા વિરૂદ્ધ આપત્તિજનક ટ્વીટ કરવાના કેસમાં  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટે 7 ઓગસ્ટ પહેલાં કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યા છે. કેજરીવાલ ઉપરાંત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન અને દિલીપ પાંડેને પણ કોર્ટે આ કેસમાં સમન કરીને હાજર થવા આદેશ આપ્યા છે.

આ કેસનો ચુકાદો 29 જુલાઇ આવવાનો હતો, પરંતુ ઑર્ડર કંપ્લીટ ન થવાથી ચુકાદાને સ્થગીત કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, એરવિંદ કેજરીવાલે સપ્ટેમ્બર 2018માં ભાજપના નેતા વિરૂદ્ધ આપત્તિજનક ટ્વીટ કરીં હતી. જેને લઈને ભાજપના પૂર્વાચલ મોર્ચાના લીગલ સેલના સંયોજક અને વ્યવસાયે વકીલ રાજેશ કુમારે કેજરીવાલ વિરૂદ્ધ કોર્ટમાં માનહાનિનો ક્સ કર્યો હતો.

(10:10 pm IST)