Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

યુ.કે.ના નવનિયુકત પ્રાઇમ મિનીસ્ટર બોરીસ જોનસનના ચૂંટણી કમ્પેનમાં ભારતીય મૂળના ઉદ્યોગપતિ શ્રીલક્ષ્મી મિત્તલનું મહત્વનું પ્રદાનઃ ૧૦ હજાર પાઉન્ડનું ડોનેશન આપી મદદરૃપ થયા

લંડનઃ યુ.કે.સ્થિત ભારતીય મૂળના ઉદ્યોગપતિ શ્રી લક્ષ્મી મિતલે નવનિયુકત પ્રાઇમ મિનીસ્ટર બોરીસ જોન્સનના ચૂંટણી કમ્પેન માટે ૧૦ હજાર પાઉન્ડનું ડોનેશન આપ્યુ હતું. તેવું સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

શ્રી મિતલ યુ.કે.માં પ્રાઇવેટ એન્ડ ઇન્ડીવિજયુઅલ ડોનર તરીકે રજીસ્ટર થયેલા છે. જેઓએ જોનસન ચૂંટાઇ આવ્યાના ૧ સપ્તાહ પહેલા એટલે કે ૧૬ જુલાઇના રોજ ઉપરોકત ડોનેશન આપ્યું હતું તેવું જાણવા મળે છે.

(8:44 pm IST)