Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

''વર્કીગ હોલીડે વીઝા પ્રોગ્રામ'': ઓસ્ટ્રેલિયાના પ્રાદેશિક વિસ્તારોમાં ખેત મજુરોની તંગી નિવારવા અપાતા વીઝા માટે પસંદ કરાયેલા ૧૦ દેશોમાં ભારતને સ્થાન

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના પ્રાદેશિક ફાર્મમાં મજુરોની તંગી નિવારવા સરકારે ''વર્કીગ હોલી ડે મેકર પ્રોગ્રામ'' વીઝા આપવાનું નક્કી કર્યુ છે જે માટે પસંદ કરેલા ૧૦ દેશોમાં ભારતનો સમાવેશ કર્યો છે. જેનાથી ઓસ્ટ્રેલિયા જતા યુવાનોને ટુંકા ગાળા માટે કામ કરી રોજગારી મેળવવાની તક મળશે જેઓ ખેતમજુરી જેવા કામો કરવા સક્ષમ હોય તથા ઇંગ્લીશ જાણવા સહિતની લઘુતમ લાયકાત ધરાવતા હોય તેવા લોકો આ વીઝા મેળવી શકશે.

વર્કીગ હોલી ડે વીઝા માટે પસંદ કરાયેલા દેશોમાં ભારત ઉપરાંત બ્રાઝિલ, મેકસીકો, ફિલીપાઇન્સ, સ્વિપ્ઝરલેન્ડ, ફિજી મોંગાલિઆ, સહિતના દેશોનો સમાવેશ થાય છે.

(7:56 pm IST)