Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

''વર્લ્ડ ઇન્ટરનેશનલ રેફયુજી ડે'': યુ.એસ.માં સનાતન ધર્મ મંદિર, કેલિફોર્નિયા મુકામે જાગૃતિ ઓર્ગેનાઇઝેશનના ઉપક્રમે કરાયેલી ઉજવણી

કેલિફોર્નિયાઃ ઇન્ડિયન અમેરિકન શ્રીકમલેશ ચૌહાણએ શરૂ કરેલા નોનપ્રોફિટ ''જાગૃતિ'' ઓર્ગેનાઇઝેશનના ઉપક્રમે તાજેતરમાં ૭ જુલાઇ ૨૦૧૯ના રોજ ''વર્લ્ડ ઇન્ટરનેશનલ રેફયુજી ડે'' ઉજવાઇ ગયો.

સનાતન ધર્મ મંદિર, કેલિફોર્નિયા મુકામે કરાયેલી ઉજવણીનું સૂત્ર ''હિમાલય કી ગોદ સે'' રાખવામાં આવ્યું હતું. જેનો હેતુ જાગૃતિ લાવવાનો છે. તથા ઇન્ડિયન અમેરિકન મહિલાઓ અને પુરૂષો ઉપર આચરાતી હિંસા વિરૂધ્ધ સલામતિ માટે લોકોને જાગૃત કરવાનો છે. જે માટે ૧૯૮૪ની સાલમાં ૬ કોમ્યુનીટી સોશીઅલ વર્કર્સ દ્વારા 'જાગૃતિ' ઓર્ગેનાઇઝેશનની સ્થાપન કરાઇ હતી.

રેફયુજી ડેની ઉજવણી પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના શ્રી કેશવ પટેલ, તથા શ્રી વિલાસ જાદવનું જાગૃતિ ઓર્ગેનાઇઝેશન દ્વારા બહુમાન કરાયું હતું. તથા ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના શ્રી વાસુ પવારએ શ્રી ચૌહાણની ૩૯ વર્ષેની નિસ્વાર્થ સેવાઓ બદલ બહુમાન કર્યુ હતું.

આ તકે બલુચિસ્તાન, સિંધ તથા કાશ્મીરી હિન્દુઓની સુરક્ષા માટે જાગૃતિ દ્વારા કરાયેલી કામગીરી દર્શાવાઇ હતી. જાગૃતિ ફાઉન્ડર તથા કો-ફાઉન્ડર્સમાં શ્રી ચૌહાણ, શ્રીરંજુન કે ચૌહાણ, સુશ્રી અપર્ણા હન્ડ, સુશ્રી સુનિતા સિંઘ, સુશ્રી રાની કુસ્તો, ડો.પ્રવિણ સ્યાલ, શ્રી રમેશ મહાજન, શ્રી હરીશ ધ્રુવ, તથા શ્રી રંગેશ ગાડાસલ્લીનો સમાવેશ થાય છે તથા સમર્થકોમાં ડો.અમ્રિત નહેરૂ, તથા શ્રી પ્રવિણ સયાલનો સમાવેશ થાય છે.

(7:56 pm IST)