Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

ઇન્ડિયન અમેરિકન સંશોધક ડો.નિતીન અગરવાલને ૨.૪ મિલીઅન ડોલરની ગ્રાન્ટઃ સાઇબર સિકયુરીટી ક્ષેત્રે સંશોધન માટે યુ.એસ. ડીપાર્ટમેન્ટ ઓફ ડીફેન્સને મદદરૂપ થશે

અર્કાન્સસઃ ઇન્ડિયન અમેરિકન સંશોધક તથા કોલોબ્રેશન ફોર સોશીઅલ મિડીયા એન્ડ ઓનલાઇન બિહેવરીઅલ સ્ટડીઝ (COSMOS) ડીરેકટર ડો.નિતીન અગરવાલને સાઇબર સિકયુરીટી ક્ષેત્રે સંશોધન માટે યુ.એસ.ડીપાર્ટમેન્ટ ઓફ ડીફેન્સ દ્વારા ૨.૪ મિલીઅન ડોલરની ગ્રાન્ટ મંજુર કરાઇ છે.

ડો.નિતીન યુનિવર્સિટી ઓફ અર્કાન્સસ લીટલ રોક ખાતે સંશોધક તરીકે કાર્યરત છે. તથા ઉપરોકત ગ્રાન્ટથી સૈન્યની સાઇબર સુરક્ષામાં વધારો થઇ શકશે. તથા ગેરમાર્ગે દોરતી માહિતીઓ અને ધમકીઓ સામે સુરક્ષા મેળવી શકાશે.

(6:30 pm IST)