Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

ફારૂક અબ્દુલ્લાએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત જમ્મૂ-કાશ્મીરમાં ડિસેમ્બરમાં ચૂંટણી કરાવવા માંગણી

મોદીની મુલાકાત વેળાએ સાથે રહેલા ઉંમર અબ્દુલાએ કહ્યું કે પીએમને સ્થિતિ અંગે જાણકારી આપી-ખીણમાં સ્થિતિ સામાન્ય

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રન્સનાં  અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લા અને તેમના પુત્ર ઉમર અબ્દુલ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાથે મુલાકાત કરી હતી

   પીએમ મોદી સાથે કરેલી મુલાકાત બાદ ઉમર અબ્દુલ્લાએ જણાવ્યુ કે, પીએમ મોદીને જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે જાણકારી આપવામાં આવી છે. ખીણમાં સ્થિતિ સામાન્ય થઈ છે. જેથી કેન્દ્ર સરકાર કોઈપણ એવા નિર્ણય ન લે જેથી જમ્મુ કાશ્મીરમાં ફરીવાર સ્થિતિ વણસે. આ ઉપરાંત એનસીએ રાજ્યમાં ડિસેમ્બર સુધીમાં વિધાનસભાની ચૂંટણી કરાવવાની માગ કરી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે એનસી નેતા દ્વારા પીએમ મોદી સાથે એવા સમયે મુલાકાત કરવામાં આવી જ્યારે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં 10 હજાર સૈનિકોને તૈનાત કર્યા છે. એનસીને ભય છે કે, મોદી સરકાર જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 35-એ અને 370 હટાવવાની તૈયારી કરી રહી છે.

(5:28 pm IST)