Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

ઉત્તરપ્રદેશના બાગપતમાં બર્થ ડે પાર્ટીમાં કેક કાપવા માટે છરીના બદલે પિસ્તોલનો ઉપયોગ

બાગપત: તમંચે પે ડિસ્કો તો તમે ઘણીવાર સાંભળ્યું હશે અને જોયું હશે પરંતુ શું ક્યારેય તમે સાંભળ્યું છે કે તમંચાનો ઉપયોગ કેક કાપવા માટે થયો હોય... હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયો ઉત્તર પ્રદેશના બાગપતનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક મકાનના ધાબે કેટલાક યુવકો બર્થડે પાર્ટી ઉજવી રહ્યાં છે. જેમાં પિસ્તોલનો ઉપયોગ કેક કાપવા માટે કર્યો છે. કેક કાપવા પિસ્તોલથી કેક તરફ ફાયરિંગ કરે છે.

મામલો બાગપતના સરુરપુર ખેડકી ગામનો હોવાનું કહેવાય છે. લગ્ન કે અન્ય સમારોહમાં આનંદના અતિરેકમાં થતા ફાયરિંગ પર રોક હોવા છતાં હજુ પણ કેટલાક લોકો આવું ફાયરિંગ કરે છે. વાઈરલ વીડિયોમાં મકાનના ધાબે કેટલાક યુવકો બર્થડે પાર્ટી  કરી રહ્યાં છે. જશ્નના માહોલમાં મદમાં છકી ગયા છે.

27 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે બર્થડે પાર્ટી દરમિયાન બર્થડે બોયના મિત્રો ખુબ હલ્લો મચાવી રહ્યાં છે. યુવકોએ  કેક નીચે રાખી અને બધા એક બાજુ ભાગી રહ્યાં છે. ત્યારે કેકને કાપવા માટે ગોળી મારવામાં આવી. દરમિયાન કેટલાક યુવકો ત્યાં ઊભા હતાં અને કઈં પણ અનિચ્છનીય ઘટના ઘટી શકે તેમ હતી.

વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી અને સીઓ બાગપત ઓમપાલ સિંહનું કહેવું છે કે મામલો સરુરપુર ખેડકીનો છે. તપાસ થઈ રહી છે. જલદી આરોપીઓની ઓળખ કરવામાં આવશે.

(4:58 pm IST)