Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

પાકિસ્તાનના ઇમરાન ખાનના શપથવિધિ સમારંભમાં વિદેશી નેતાઓ તથા જાણીતી હસ્તીઓને આમંત્રણ નહિ મળેઃ નરેન્દ્રભાઇ મોદી, ચીનના જીનપીંગ સહિત કોઇને પણ આમંત્રણ આપ્યા વગર સાદાઇથી શપથ લેશે

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન પદે ઇમરાન ખાનનો શપથવિધિ સમારંભ યોજાશે. જો કે આ સમારંભ સાદાઇથી થશે અને તેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ચીનના જીનપીંગ સહિત કોઇને આમંત્રણ આપવામાં નહિ આવે.

તેમની પાર્ટીને પહેલા શપથ ગ્રહણ સમારોહ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન અને કપિલ દેવ, સુનિલ ગાવસ્કર તથા નવજોધ સિંહ સિદ્ધુ જેવી હસ્તીઓને આમંત્રિત કરવાની યોજના બનાવી હતી. ડોન અખબાર મુજબ આજે આ નિર્ણય બદલીને મોટા ખર્ચાવાળા નહીં પણ સાદા સમારોહમાં શપથ લેવાનો નિર્ણય કર્યો છે.

ડોનને PTI પ્રવક્તા ફવાદ ચૌધરીએ જણાવ્યું છે કે- “PTI ચેરમેન સાદગીથી શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો છે. તેઓ એવાન-એ-સદર (રાષ્ટ્રપતિ આવાસ)માં સાદો સમારોહ યોજીને શપથ ગ્રહણ કરશે.તેમણે જણાવ્યું કે, “તેઓએ એ નિર્ણય કર્યો છે કે સમારોહમાં કોઈ વિદેશી નેતાને આમંત્રિત કરવામાં નહીં આવે. આ સંપૂર્ણ રીતે રાષ્ટ્રીય સમારોહ હશે. માત્ર ઈમરાન ખાન કેટલાક નજીકના મિત્રોને આમંત્રિત કરવામાં આવ્યા છે. સમારોહમાં ખોટા ખર્ચા નહીં કરાય.

વધુમાં ચૌધરીએ તેમણે એમ પણ જણાવ્યું કે, ઈમરાન ખાનના કેટલાક વિદેશી મિત્રોને આમંત્રિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, “રાષ્ટ્રપ્રમુખ મમનૂન હુસૈન ખાન પદના શપથ લેવડાવશે.

ચૂંટણીમાં PTIની જીત બાદ ખાને કરદાતાઓના રુપિયા બચાવવા માટે કડક પગલું ભરવાનો નિર્ણય કર્યો છે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ વડાપ્રધાન આવાસમાં રહેવા નહીં જાય અને જગ્યાના ભવિષ્ય અંગે પાર્ટી અંતિમ નિર્ણય લેશે.

(5:59 pm IST)