Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

WhatsApp પર મેસેજ મોકલવા માટે ચૂકવવા પડશે રૂપિયા, એક મેસેજ માટે ૫.૮ રૂપિયા સુધી લાગશે ચાર્જ

નવી દિલ્હી, તા.૨: ફેસબુકની માલિકી ધરાવતા વોટ્સએપ ટૂંકમાં જ મેસેજ માટે રૂપિયા લેવાનું શરૂ કરશે અને વોટ્સએપ પર મેસેજ મોકલવાની કિંમત સામાન્ય રીતે ટેકસ્ટ મેસેજની કિંમત કરતાં પણ વધારે હશે, જોકે સામાન્ય લોકોએ પરેશાન થવાની જરૂર નથી. કારણ કે ફેસબુક વોટ્સએપના બિઝનેસ એકાઉન્ટ યૂઝર્સ માટે મેસેજ મોકલવા માટે રૂપિયા લેવાની તૈયારી કરી રહ્યું છે.

કહ્યું છે કે મેસેજ મોકલવા માટે એક ચોક્કસ રેટ હશે. અલગ અલગ દેશમાં આ ચાર્જ ૩૦ પૈસાથી લઈને ૫.૮ રૂપિયા સુધી હશે. WhatsAppની બિઝનેસ એપનો ઉપયોગ કરી રહેલા લોકોએ આ ચાર્જ ચુકવવો પડશે.

હાલમાં વિશ્વભરમાં WhatsApp નાઆશરે ૧.૫ અબજ યુઝર્સ છે. WhatsAppએ કહ્યું છે કે બુધવારથી બિઝનેસ શોપિંગ કન્ફર્મેશન, એપોઇન્ટમેન્ટ રિમાઇન્ડર તેમજ ટિકિટ જેવા નોટિફિકેશન મોકલવા માટે WhatsAppની બિઝનેસ એપીઆઇ (એપ્લીકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસ)નો ઉપયોગ કરી શકાશે. WhatsAppએ કહ્યું છે કે તે એસએમએસની સરખામણીમાં પ્રિમિયમ રેટ્સ ચાર્જ કરશે.

WhatsAppએ આ વર્ષ જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે તેઓ સ્મોલ બિઝનેસ એકાઉન્ટ્સને WhatsApp બિઝનેસ એપ્લિકેશનના માધ્યમથી કોમ્યુનિકેટ કરવાની છૂટ આપવાની શરૂઆત કરશે. હાલમાં WhatsApp બિઝનેસ એપના ૩૦ લાખથી વધારે એકિટવ યુઝર્સ છે. ચીફ ઓપરેટિંગ ઓફિસર મેટ ઇડેમાએ એ વખતે જણાવ્યું હતું કે WhatsApp ભવિષ્યમાં આ સેવા માટે ચાર્જ લેશે. ભારતમાં WhatsApp યુઝર્સની સંખ્યા હાલમાં ૨૦ કરોડથી વધારે છે.

(4:56 pm IST)