Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

સીઆરપીએફના જવાનોને મટર-પનીરનું ડીનર અને છોલે ભટુરે-હલવાનો નાસ્તો બંધઃ જવાનો પરેશાન

નવી દિલ્હીઃ દેશના સૌથી મોટા અર્ધ સૈનિક દળ સીઆરપીએફના જવાનોને મનપસંદ જમવાનું નથી મળતું.  અગાઉ સવારના નાસ્તામાં છોલે ભટુરે, કયારેક હલવો તો કયારેક ઢોસા-ઉતપમ મળતું હતું. તો ડીનરમાં મટર-પનીર મળતું હતું. રોજ અલગ-અલગ ડીશ મળતી હતી. ૪પ વર્ષ પાર કરેલા કર્મચારીઓ માટે તો હવે ડીનર સાતેય દિવસ એક જેવું બને છે. માત્ર શાક બદલાય છે. દુર-દુરના વિસ્તારો, જંગલ, પહાડમાં તૈનાત જવાનો માટે સ્વાદિષ્ટ ભોજન ફકત પેટ ભરવાનું જ નહિ પરંતુ મનોરંજન જેવું પણ હોય છે. તેઓ હવે વધુ પરેશાન છે. હવે જવાનો કહે છેકે પૈસા આપીએ છીએ પરંતુ જોઇએ તેવું મળતું નથી. ભોજનની નવી વ્યવસ્થા હમણા લાગુ થઇ છે. હવે જવાનોને પલાળેલા ચણા વગેરે મળે છે. કયારેક ઢોસા અને ઉતપમ મળે છે. ડીનરમાં ચાવલ, દાળ, રોટી અને થોડુ સલાટ મળે છે. મટર-પનીર રાતના મેનુંમાંથી ગાયબ થઇ ગયું છે. હેડ કવાર્ટરના આદેશો અનુસાર જ ખાવાનું બને છે. જવાનોએ દર મહિને ભોજન માટે ૩૦૦૦ રૂપીયા આપવા પડે છે.

(4:29 pm IST)