Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ઓબીસી આયોગને સંવૈધાનિક દર્જો આપતું બિલ આજે લોકસભામાં રજૂ થશેઃ ટક્કરનો અણસાર

નવીદિલ્હી તા.૨: કેન્દ્રની મોદી સરકાર ઓબીસી નિગમને બંધારણીય દરજ્જો આપતું બિલ આજે ગુરૂવારે સંસદમાં રજૂ કરશે.

જણાવાઇ રહ્યું છે કે ઓબીસી બિલ, બંધારણ સુધારણા, બીલ છે જેનો ઉપયોગ ભાજપા ઓબીસીને પોતાની તરફ આકર્ષિત કરવા માટે કરવા માંગે છે. સરકારે બિલમાં કેટલાક ફેરફાર કરેલ છે. ત્યાર પછી મહિલા સભ્યને પણ આયોગમાં સામેલ કરી દેવાશે. સાથે જ રાજયોના અધિકારમાં હસ્તક્ષેપનો વિરોધ પક્ષોનો આક્ષેપ દૂર કરવાનો પ્રયાસ પણ કરાયો છે.

(4:26 pm IST)