Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

આસામ NRC: સરકારી સ્કૂલ ટીચર, સેના, પોલિસના જવાનોના નામ પણ ગાયબ

અસમમાં જયારથી નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી) નો બીજો ડ્રાફ્ટ રિલીઝ થયો છે ત્યારથી કોઈને કોઈ વિવાદ તેની સાથે જોડાતો રહ્યો છે. હવે એક નવો વિવાદ આ ડ્રાફ્ટ સાથે જોડાઈ ગયો છે. ઈગ્લિંશ ડેઈલી ઈન્ડિયન એકસપ્રેસ દ્વારા મળતી માહિતી મુજબ આ ડ્રાફ્ટમાંથી એનઆરસીના ફિલ્ડ ઓફિસરનુ નામ જ ગાયબ છે. આ ઉપરાંત ડ્રાફ્ટમાં સરકારી સ્કૂલ ટીચર, સેનાના જવાન અને સીઆઈએસએફ કોન્સ્ટેબલ સુધીના લોકોના નામ ગાયબ છે. સોમવારે જે બીજો ડ્રાફ્ટ આવ્યો છે તે ડ્રાફ્ટમાં ૪૦ લાખ લોકોના નામ નથી. NRC: સરકારી સ્કૂલ ટીચર, સેના, પોલિસના જવાનોના નામ પણ ગાયબ ત્રણ વર્ષ સુધી અપડેશન પ્રક્રિયામાં લાગ્યા હતા .

 ઈન્ડિયન એકસપ્રેસના જણાવ્યા મુજબ ફિલ્ડ ઓફિસર મોઈનુલ હક ઉન એ ૫૫,૦૦૦ સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાકટ વર્કર્સમાં શામેલ છે જેમણે એનઆરસી ડ્રાફ્ટની અપડેશન પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લીધો હતો તોમછતાં ડ્રાફ્ટમાં તેમનું નામ નથી. હકે વર્તમાનપત્ર સાથે વાતચીતમાં જણાવ્યુ કે તે સીનિયર ઓફિસર્સ સાથે આ વિશે વાત કરશે અને પૂછશે કે છેવટે સમસ્યા શું છે. હકને એ વાતની આશા છે કે તેઓ આનુ સમાધાન કાઢશે. હકે પોતાને સંપૂર્ણપણે ભારતીય ગણાવ્યા છે. ૪૭ વર્ષીય હક અસમના ઉદાલગુરી જિલ્લામાં સરકારી સ્કૂલમાં ટીચર છે અને છેલ્લા ત્રણ વર્ષોથી એનઆરસી ડ્રાફ્ટમાં અપડેશનના કારણે સ્કૂલે પણ સમયસર પહોંચી શકતા નહોતા. હકની જેમ તેમના ૨૯ વર્ષીય ભાઈનું નામ પણ લિસ્ટમાંથી ગાયબ છે.

(4:09 pm IST)