Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

સોમવારે અડધા ભારતમાં મોટા તોફાનની ચેતવણી : બંગાળની ખાડીમાં તોફાન ઉઠશેઃ હિમાલયના ક્ષેત્રોમાં મોટી અસર જોવાશે

પૂર્વ યુપીથી બિહાર અને આસામમાં ચોમાસુ સક્રિય રહેતા પટનાના આસપાસ અને ગંગાના કિનારા વિસ્તારમાં ભારે વરસાદ ખાબકશે

નવી દિલ્હી : દેશમાં હાલ વરસાદ વર્ષી રહયો છે આજે ગુરૂવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની શકયતા છેત્યારે હવામાન વિભાગે તા;૬ ઓગસ્ટ માટે મોટી આગાહી કરી છે હવામાન વિભાગ મુજબ ૬ ઓગસ્ટે બંગાળની ખાડીમાં તોફાન ઉઠશે આ તોફાન સાથે હિમાલયના ક્ષેત્રોમાં મોટી અસર જોવા મળશે

હવામાન વિભાગ મુજબ પૂર્વી ઉત્ત્।રપ્રદેશથી બિહાર અને અસાં સુધી ચોમાસુ સક્રિય રહેવાને કારણે પટનાના આસપાસ અને ગંગા કિનારાના ઝેંટરોમાં કેટલાય જગ્યાએ ભારે વરસાદ પડશે અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે પટના સિવાય રાજયના અન્ય ભાગોમાં વરસાદ થયો હતો રાજધાની પટનામાં આખો દિવસ વાદળો છવાયેલા હતા

હવામાન વિભાગ મુજબ મંગળવારે પુર્ણીયામાં સૌથુંય વધુ ૧૩ એમએમ વરસાદ નોંધાયો હતો જયારે સોમવારે રાત્રે ૧૮,૮ એમએમ અને ભાગલપુરમાં ૩,૬ એમએમ વરસાદ થયો હતો ફોર્બિસગંજમાં ૮ એમએમ,ખગડિયામાં ૭ એમએમ,મધુબનીમાં ૬ એમએમ, સહરસા સીતામઢી, કિશાન અને સુપરોલમાં ૫ -૫ એમએમ વરસાદ થયો હતો હવામાન વિભંગ મુજબ ગુરુવારે બિહારના કેટલાય જિલ્લામાં વરસાદ પડશે ઉત્ત્।ર બિહારમાં હવાનું દબાણ સર્જાતા કેટલાક સ્થળોએ ભારે વરસાદની શકાયત છે જયારે ૬ ઓગસ્ટ સાવધાન રહેવા કહેવાયું છે કારણ કે બંગાળની ખાડીમાં મોટું તોફાન ઉઠશે લોકોને કારણ વગર ઘરની બહાર નહીં નીકળવા સલાહ અપાઈ છે.(૩૭.૬)

(11:32 am IST)