Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

બે મહિનામાં મુંબઇમાં ૭૭ ટકા વરસાદ : કુલ ૭૮ ઇંચ પડયો

આ વખતે વરસાદની મોસમમાં સાધારણ કરતા વધુ વરસાદ નોંધાયો

મુંબઇ તા. ૨ : ગત પંદર દિવસના અવરોધને બાદ કરતાં મુંબઈમાં આ વર્ષે વર્ષાઋતુના આગમનના પહેલા બે મહિના એટલે કે જૂન અને જુલાઈ દરમિયાનમાં જ વાર્ષિક ૭૭ ટકા વરસાદ પડ્યો છે. હવામાન ખાતા મુજબ આગામી એક અઠવાડિયામાં ઉત્તર કોંકણ કિનારા અને મુંબઈમાં વરસાદ શુષ્ક રહેશે. આ વર્ષે હવામાન વિભાગે (આઈએમડી) નવમી જૂનથી ચોમાસું બેસવાનું સત્તાવાર રીતે જાહેર કર્યું હતું. તેમજ આ વર્ષે મુંબઈમાં વરસાદની સીઝન જૂનથી સપ્ટેમ્બર સુધી રહેવાનું જણાવ્યું હતું.

હવામાન વિભાગે મુંબઈ અને પરાના વિસ્તારોમાં જૂન ૧લીથી જુલાઈ ૩૧મી સુધીમાં ૧,૯૩૧.૩ મી.મી. વરસાદ નોંધાયો છે, જયારે કે ૨,૫૧૫ મી.મી. વાર્ષિક આંકડો છે. સાંતાક્રુઝમાં ૧,૩૫૮.૮ મી.મી. વરસાદ નોંધાયો છે જે મુંબઈમાં જૂન અને જુલાઈ દરમિયાન નોંધાયેલ વરસાદ કરતા ૪૮ ટકા વધુ છે. તે જ પ્રમાણે કોલાબા હવામાન ખાતાએ દક્ષિણ મુંબઈમાં ૧,૫૩૧.૧ મી.મી. વરસાદ જૂન ૧લીથી જુલાઈ ૩૧ સુધી નોંધ્યો છે, જે સામાન્યપણે ૧,૨૯૦.૩ મી.મી. હોય છે, જે આ વખતે ૧૯ ટકા વધુ નોંધાયો છે. આ વખતે વરસાદની મોસમમાં સાધારણ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

રાજયમાં ખાસ કરીને મુંબઈ, થાણે અને પાલઘરમાં નવમી જૂનથી ૧૩ જુલાઈ વચ્ચે અતિભારે વરસાદ નોંધાયો હતો. મરાઠવાડામાં ૩૦૧.૩ મી.મી. વરસાદ નોંધાયો છે જે સામાન્યપણે ૩૩૦.૫ મી.મી. હોય છે. જોકે નંદુરબાર (-૨૬%), સાંગલી (-૨૪%), ઔરંગાબાદ (-૩૦%), જાલના (-૨૯%), પરભણી (-૧૧%), વિસ્તારોમાં સાધારણ વરસાદ નોંધાયો છે.(૨૧.૫)

(9:59 am IST)