Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

લોકસભા ચૂંટણીના સોગઠાં ગોઠવાતા મમતા બેનરજી :સોનિયા ગાંધી અને રાહુલ સહિતના નેતાઓને મળ્યા

વર્તમાન રાજનીતિ અને ભવિષ્યમાં એક સાથે ચૂંટણી લડવાની સંભાવના પર ચર્ચા કરી

 

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી દિલ્હીની મુલાકાતે છે. તેઓ વરિષ્ઠ રાજકારણીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે ત્યારે તેમણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. મમતાની દિલ્હી મુલાકાત આગામી લોકસભા ચૂંટણી માટે મહાગઠબંધનના નિર્માણ માટે મહત્વની મનાઈ રહી છે.

મુલાકાત બાદ મમતા બેનર્જીએ કહ્યું હતુ કે 2019માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં તમામ વિપક્ષી પાર્ટી ભાજપને હરાવવા માટે એકજૂથ થશે. મમતા બેનર્જીએ જણાવ્યું કે તેમણે સોનિયા ગાંધી સાથે વર્તમાન રાજનીતિ અને ભવિષ્યમાં એક સાથે ચૂંટણી લડવાની સંભાવના પર ચર્ચા કરી. ઉપરાંત એનઆરસીના મુદ્દે પણ વાતચીત કરી છે. તેમણે એનઆરસી મુદ્દે મોદી સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા.

(12:00 am IST)