Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

સૈન્યની વાપસી પછી શું ? : તાલિબાની આતંકવાદીઓ પર એરસ્ટ્રાઈક કરી અમેરિકા અફઘાનિસ્તાનને બચાવશે

અમેરિકન અધિકારીઓએ કહ્યું -અમેરિકન સૈન્ય અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઈકનો વિકલ્પ હંમેશા ખુલ્લો રાખશે ; અમેરિકા આતંકવાદીઓ સામેની લડાઈ માટે મક્કમ

નવી દિલ્હી :અમેરિકન સૈન્ય પાછું જશે પછી અફઘાનિસ્તાનમાં અરાજકતા સર્જાશે અને તાલિબાની આતંકવાદીઓ ભયાનક હિંસા કરશે એવી દહેશત વ્યક્ત થઈ રહી છે ત્યારે અમેરિકાએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. અમેરિકન અધિકારીઓએ કહ્યું હતું કે અમેરિકન સૈન્ય અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઈકનો વિકલ્પ હંમેશા ખુલ્લો રાખશે. તાલિબાની આતંકવાદીઓ પર એરસ્ટ્રાઈક કરીને અમેરિકા અફઘાનિસ્તાનને બચાવશે. અમેરિકન અધિકારીઓએ કહ્યું હતું કે અમેરિકા આતંકવાદીઓ સામેની લડાઈ ચાલુ રાખશે. એરસ્ટ્રાઈક કરીને અમેરિકા તાલિબાની આતંકવાદીઓનો ખાતમો કરવાનું મિશન ચાલુ રાખશે.

અફઘાનિસ્તાનમાં અમેરિકાના નવા કમાન્ડર રિઅલ એડમિરલ પીટર વાઝ્લે હશે. તે અમેરિકન દૂતાવાસની સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખશે. તે સાથે જ અમેરિકાના ૬૫૦ સૈનિકો પણ અફઘાનિસ્તાનમાં તૈનાત રહેશે. જરૃર પડયે એ સૈનિકો તાલિબાનો પર એરસ્ટ્રાઈક કરશે.

(12:20 am IST)