Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રીની પસંદગી હવે સીટીંગ એમ.એલ.એ માંથી થશે : 5 થી 6 નામો ચર્ચામાં

ન્યુઝફર્સ્ટના અહેવાલ મુજબ ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રીની પસંદગી ભાજપ હવે સીટીંગ એમ.એલ.એ.માંથી કરશે. આજે રાજીનામું આપનાર તીર્થરાજ રાવત સીટીંગ એમ.એલ.એ નથી, તેમને મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવા માટે વિધાનસભામાં ચૂંટાઈ આવવાનું હજી બાકી છે. દરમિયાન શ્રી રાવતના રાજીનામાની પગલે  ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તરીકે ૫ થી ૬ ધારાસભ્યોના નામો ચર્ચામાં છે. જેમાં સતપાલ મહારાજ, બંસીધર ભગત, હરક સિંગ રાવત, ધનસિંઘ રાવત, બિશન ચૌપાલ અને પુષ્કર સિંગ ધામીના નામ મોખરે છે. ઉત્તરાખંડમાં આવતા  વર્ષે, ૨૦૨૨ ના જાન્યુઆરી - ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે.

(9:54 pm IST)