Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ઉત્તરાખંડના ભાજપી મુખ્યમંત્રી તીરથ સિંઘ રાવતે રાજીનામું આપી દીધું: બળવો તોળાતો હતો

ઉત્તરાખંડના ભાજપી મુખ્યમંત્રી તીરથ સિંઘ રાવતે રાજીનામું આપી દીધું છે. તેઓ ૧૦-૩-૨૦૨૧ ના રોજ મુખ્યમંત્રી બન્યા હતા અને ૨-૭-૨૦૨૧ ના રોજ આજે માત્ર ૪ મહિનાથી પણ ઓછા સમયમાં રાજીનામું આપ્યું છે. તેઓ મમતાની જેમ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા નથી. તેમની સામે બળવો થવાના એંધાણ મળતાં જ તેમણે રાજીનામું આપી દિધેલ. હવે મમતા સરકાર પણ મુશ્કેલીમાં મુકાય તેવી સંભાવના છે. મમતા પણ ધારાસભ્ય પદે ચૂંટાયેલા નથી અને નવેમ્બરમાં તેમની ચુંટણી સંદર્ભે પ્રશ્નાર્થ સર્જાય તેવી પણ ચર્ચા શરૂ થઈ છે. .

(7:49 pm IST)