Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

બે-ત્રણ દિવસમાં જ સરકારમાં મોટા ફેરફાર નક્કી

મંત્રીમંડળમાં આવનારા ૧ -૨ દિવસમાં વિસ્તાર થઈ શકે છે. હાલ ૫૩ મંત્રી છે ૨૮ મંત્રીના વધારાનું અનુમાન છે : આ ફેરફાર લોકસભા ચૂંટણી અને કેટલાક રાજયોની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કરાશે

નવી દિલ્હી, તા.૨: કેન્દ્રિય મંત્રીમંડળમાં એક-બે દિવસમાં ફેરબદલ થશે. આ ફેરબદલ ૨૦૨૪માં થનારી લોકસભા ચૂંટણી અને આવનારા ૫ વર્ષના કેટલાક રાજયોમાં થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. પીએમ નરેન્દ્રભાઇ મોદીના બીજા કાર્યકાળ દરમિયાન આ પહેલો વિસ્તાર હશે.એક ચેનલના સૂત્રોના હવાલાથી આ જાણકારી આપવામાં આવી છે.  આ વિસ્તારમાં જયોતિરાદિત્ય સિંધિયાને શામેલ કરી શકાય છે. કોંગ્રેસમાં તેમના મતભેદને કારણે ભાજપને મધ્ય પ્રેદેશમાં સત્ત્।ા વાપસી માટે મદદ મળી હતી. આ ઉપરાંત સર્વાનંદ સોનોવાલને તક મળી શકે છે. તેમણે આસામમાં ભાજપને જીત અપાવી હેમંત બિસ્વા સરમાને રાજયના મુખ્યમંત્રી બનાવવાનો માર્ગ બનાવ્યો હતો.

સૂત્રોનું કહેવું છે કે આ વિસ્તારમાં અનેક મંત્રીઓને હટાવવામાં આવશે. હાલમાં ૯ મંત્રીઓની પાસે એક કરતા વધારે વિભાગ છે. જેમાં પ્રકાશ જાવડેકર, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, નિતિન ગડકરી, ડોકટર હર્ષવર્ધન, નરેન્દ્ર સિંહ તોમર, રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઈરાની અને હરદીપ સિંહ પુરી સામેલ છે.

ભાજપ નેતાઓને મંત્રી બનાવાઈ શકે છે. જેમાં ઉત્ત્।રાખંડથી અજય ભટ્ટ અથવા અનિલ બલૂની. કર્ણાટકથી પ્રતાપ સિંહા, પશ્યિમ બંગાળથી જગન્નાથ સરકાર, શાંતનુ ઠાકુર અથવા નિસિથ પ્રામાણિક. હરિયાણાથી બૃજેન્દ્ર સિંહ, રાજસ્થાનથી રાહુલ કાસવાન,  ઓડિશાથી અશ્વિની વૈષ્ણવ, મહારાષ્ટ્રથી પૂનમ મહાજન અથવા પ્રીતમ મુંડે અથવા હિના ગાવિતના નામ સામેલ છે. આ યાદીમાં દિલ્હીથી પરવેશ વર્મા અથવા મીનાક્ષી લેખીનું નામ પણ સામેલ થઈ શકે છે.મનાઈ રહ્યુ છે કે બિહારના ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી, મહારાષ્ટ્રના નેતા નારાયણ રાણે, ભૂપેન્દ્ર યાદવ અને એક વરિષ્ઠ નેતા જેમની પાસે બિહારની સાથે ગુજરાતનો કાર્યભાર છે. આ ઉપરાંત ઉત્ત્।ર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી જોતા વરુણ ગાંધી, રામશંકર કઠેરિયા, અનિલ જૈન, રીતા બહુગુણા જોશી, જફર ઈસ્લામ અને પોતાના દળની અનુપ્રિયા પટેલ પણ કતારમાં છે.આ વિસ્તારમાં ચિરાગ પાસવાનને શામિલ કરવા પર તેમના કાકા અડચણ બની રહ્યા છે. બન્નેની વચ્ચે અથડામણ ચાલી રહી છે. આના કારણે લોક જનશકિતપાર્ટીમાં તિરાડ પડી ગઈ છે. હાલમાં જ પાર્ટીના ૫ સાંસદોની સાથે પશુપતિ અલગ થઈ ગયા છે. ગત વર્ષ ચિરાગના પિતા રામ વિલાસ પાસવાનનું નિધન થતા આ તિરાડ સામે આવી.

અટકળોની વચ્ચે હજું એ સ્પષ્ટ નથી કે બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની જેડીયુમાંથી કોઈને કેન્દ્રીય મંત્રી મંડળમાં જગ્યા મળશે કે નહીં. ૨૦૧૯માં નીતિશે કેન્દ્રીય મંત્રી બનવાનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. સૂત્રોનું કહેવું છે કે નીતિશ ઓછામાં ઓછા ૨ મંત્રાલયોની આશા રાખી રહ્યા છે. મનાઈ રહ્યું છે કે તેમન પાર્ટીથી લલ્લન સિંહ, રામનાથ ઠાકુર અને સંતોષ કુશવાહા આ દોડમાં સામેલ છે.

(3:54 pm IST)