Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

કોરોનાથી મોતનું ડેથ સર્ટીફિકેટ પણ બની ગયું

જીવતા માણસને ફોન કરીને કહ્યું, તમારૃં કોરોનાથી મોત થઈ ગયું છે

મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓ સાથે જોડાયેલો એક એજીબો ગરીબ મામલો સામે આવ્યો છે : ઠાણે નગર નિગમની મહિલા કર્મીએ એક જીવીત વ્યકિતને કોલ કરીને તેના મોતની ખબર આપી

થાણે તા. ૨ : મહારાષ્ટ્ર સ્થિત ઠાણેમાં કોરોના દર્દી સાથે જોડાયેલો એક અજીબો ગરીબ મામલો સામે આવ્યો છે. અહીં ઠાણે નગર નિગમની મહિલાએ એક જીવીત વ્યકિતને ફોન કરીને કહ્યું કે તેમનું મોત થઈ ગયું છે. આટલું જ નહીં જીવીત વ્યકિતને જ નિગમકર્મીએ કહ્યું કે તેમનું ડેથ સર્ટિફિકેટ બની ગયું છે. આ સાંભળીને વ્યકિતના પગ તળેની જમીન ખસી ગઈ. જીવીત વ્યકિતએ નિગમની મહિલાને જણાવ્યું કે તે જીવીત છે. ત્યાર બાદ ઠાણે નગર નિગમે તપાસના આદેશ આપ્યા છે.

મામલો ૫૫ વર્ષીય ચંદ્રશેખર દેસાઈ સાથે જોડાયેલો છે. તેમણે જણાવ્યું, મને ટીએમસીમાંથી કોઈ મહિલાનો ફોન આવ્યો હતો. તેણે જાણકારી આપી કે મારુ મૃત્યુ થઈ ચુકયું છે. ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થઈ ગયુ છે. મેં કહ્યું કે હું ચંદ્રશેખર દેસાઈ છું અને હું જીવીત છું. મને કોરોના થયો હતો પરંતુ હું હવે ઠીક છું.

શિક્ષક દેસાઈએ કહ્યું, મને ગયા વર્ષે ઓગસ્ટમાં કોરોના થયો હતો પરંતુ ગુરૂવારે ફોન આવ્યો અને કહ્યું કે મારૃં મોત થઈ ચુકી છે. પરંતુ મેં તેમને જણાવ્યું કે હું જ ચંદ્રશેખર દેસાઈ છું. આ તો સારૂ થયું કે ફોન મારી પાસે હતો. જો આ ફોન મારી પત્નીની પાસે ગયો હોત તો અનર્થ થઈ ગયો હોત.

ત્યાં જ આ મામલા પર નગર નિગમના એડિશનલ કમિશ્નર સંદીપ માલવીએ કહ્યું કે આવો મામલો સામે આવ્યો છે પરંતુ ટીએમસી આ ડેટા નથી બનાવતી. આ ડેટા પુણેમાંથી બનીને આવે છે. આ લિસ્ટ અમે નથી બનાવ્યો ભૂલ થઈ ગઈ. આગળથી આવુ નહીં થાય. તેમણે કહ્યું કે અમારી પાસે હવે જે પણ લિસ્ટ બનીને આવશે આગળથી અમે તેનું વેરિફિકેશન કરીશું. ત્યાર બાદ જ લોકોને ફોન કરવામાં આવશે. કમિશ્નરે કહ્યું કે ટેકનિકલ ખામીના કારણે આ ભૂલ થઈ છે. આગળથી સુનિશ્ચિત કરવામાં આવશે કે આવી ભુલ ન થાય.

(12:51 pm IST)